________________
સ્તુતિઓ
શ્રી પર્યુષણ સ્તુતિ (બીજ) જિન આગમ ચૌ પરવી ગાઈ, ત્રણ માસા ચાર અઠ્ઠાઈ
- પશુષણ પર્વ સવાઈ; એ શુભ દિનને, આવ્યા જાણું, ઉઠ આળસ છડી પ્રાણી,
ધર્મની નીક મંડાણ; પિસહ પડિક્રમણ કરે ભાઈ, માસખમણ પાસખમણ અઠાઈ,
કલપ અઠમ સુખદાઇ; દાન દયા દેવ–પૂજા સૂરિની, વાચન સુણીએ કલ્પસૂત્રની,
આજ્ઞા વીર જિનવરની. ૧ સાંભળી વીરનું ચરિત્ર વિશાલ, ચઉદ સ્વને જમ્યા ઉજમાળ,
જન્મ-મહેચ્છવ રસાળ; આમલ ક્રિીડાએ સુરને હરા, દીક્ષા લઈ કેવળ ઉપજાવ્યું,
અવિચળ ઠામસેં ભાગ્યે પાસ નેમિ સંબંધ સાંભળીએ વીશ જિનનાં અંતર સુણીએ,
આદિ ચરિત્ર સાંભળીએ, વીર તણાં ગણધર અગ્યાર, વિરાવલીને સુણે અધિકાર,
એ કરણી ભવપાર, ૨ અષાઢીથી દિન પચાસ, પજુસણ પડિકમણું ઉલ્લાસ,
એકે ઉણું પણ માસ; સમાચારી સાધુને પથ, વરતે જયણાએ નિર્ણથ,
પાપ ન લાગે અંશ; ગુરુ આજ્ઞાએ મુનિવર રાચે, રાગી ઘરે જઈ વસ્તુ ન જાગે,
ચાલે મારગ સાચે