________________
યવંદન-સંગ્રહ.
૨૫
પચ પર્વ તમે વર્ણવી, તેમાં અધિકી કેણ, વીર કહે ગૌતમ સુણે, અષ્ટમી પર્વ વિષેણ ૪ બીજ ભવિ કરતાં થકાં, બિહુવિધ ધર્મ સુણંત પંચમી તપ કરતાં થકાં, પાચે જ્ઞાન ભણંત. ૫ અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટ કમ હણત, એકાદશી કરતાં થકાં, અંગ અગીયાર ભણંત. ૬ ચૌદ પૂરવઘર ભલા એ, ચૌદશ આરાધે, અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. ૭ દંડવિરજ રાજા થયા, પાપે કેવલનાણ; અષ્ટમી તપ મહિમા વડે, ભાખે શ્રી જિનભાણ. ૮ અષ્ટકમ હણવા ભણું એ, કરીએ તપ સુજાણ; ન્યાયમુનિ કહે ભવી તુમે, પામો પરમ કલ્યાણ, ૯ | નેમીનાથ ચૈત્યવંદન જયવંત મહંત નિરંજન છે, ભવનાં દુખ-દેહગ ભંજન છે; ભવિનેત્ર વિકાસને અંજન છે, પ્રભુ કામવિકાર વિગંજન છે. ૧ જગનાથ અનાથ સનાથ કરો, મમ પાપ અમાપ સમૂલ હરે; અરજી ઉર નેમિ જિર્ણદ ધરે, તુમ સેવક છું પ્રભુ ના વિસરે. ૨ સુર અર્ચિત વાંછિત દાયક છે, સઉ સંઘતણા પ્રભુ નાયક છે; ગિરનારતણા ગુણગાયક છે, કલહંસ તણી ગતિ લાયક છે. ૩
નવપદજીનું ચૈત્યવંદન. સિદ્ધચક્ર આરાધતાં, ભવસાગર તરીકે, ભવાટવીથી ઉતરી, શિવવધૂને વરીયે. ૧