________________
૨૪૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ
૩૪ર મધ્યમ તમારા ઘરમાં પ્રીતિ વધશે. ભગવાનમાં પ્રેસ રાખે. સર્વ ઈચ્છા સફળ થશે.
૩૪૩ મધ્યમ-તમારા શત્રુ ઘણા છે, માનસિક પીડા છે વિચારેલ કાર્ય થશે. પરંતુ લાભ નથી.
૩૪૪ ઉત્તમ-આ વિચારમાં ઘણે લાભ છે. મિત્ર-બંધુ એથી મિલાપ થશે. શકુન લાભદાયક છે.
૪૧૧ ઉત્તમતમારા મનોરથ સિદ્ધ થશે, પરંતુ પરમેશ્વરનું ધ્યાન કરવું.
૪૧૨ સામાન્ય–તમને ચિંતા છે. થે વિલંબે મટશે. તમારી વસ્તુ બીજાના હાથમાં છે, મળશે. ધીરજ રાખવી, ઠીક થશે.
૪૧૩ મધ્યમ-તમારી ચિંતા વ્યાપારથી મટશે. કાંઈક ધન મળશે જુને વિચાર કરે.
૪૧૪ મધ્યમ-તમારી ચિંતા થોડા દિવસમાં મટશે. વ્યાપારથી સુખ લાભ-અનેરથફળશે. ઈષ્ટદેવની પૂજા કરવાથી બધી ચિંતા દૂર થશે.
૪૨૧-ઉત્તમ-તમારે વિચાર પરદેશ જાવાનું છે. જાઓ, મરથ સિદ્ધ થશે. કુલદેવીની પૂજા કરીને જાવ, લાભ થશે.
૪૨૨ મધ્યમ-તમને માનસિક પીડા છે. કાર્ય વિચાર કરીને કરવું. કાંઈક નુકશાની થઈ છે. પ્રભુમરણ કર્યા કરવું. બધી ચિંતા દૂર થશે.
૪૨૩ ઉત્તમ-તમને લાભ, શત્રુનાશ, સુખ-સમ્પત્તિ અને કુટુંબમાં પુત્ર લાભ થશે. પરંતુ દેવમંદિરમાં દી કરજો, અધિક ઉતમ છે.