________________
૧૯૭
જ્યાં સુધરે ત્યાં બન્ને ભલા અને જ્યાં સ્વાર્થ સરતે નથી ત્યાં? પથરે નાખે ઘરની બહાર! છેક એની બાયડીનું તાણે છે તે કાઢો બહાર ! પાણીની જ હોય છે, તે શું કામ લાગે છે? લેહી ચૂસી લેવા માટે કામ લાગે ને? તેમ આપણે સગાં માટે જળે છીએ? કે એનું બધું પુણ્ય લેહી ચૂસી લઈએ,
વિક્વાળું વલણ એનું નામ કે એનું આત્મહિત જોવાય. અમારૂં અમારા લલાટ મુજબ જ થવાનું. બહુ મમતાથી છોકરાને રાખ્યું હશે, તે એજ પૈસા ઉડાવી જવાને ! કે દિકરાઓએ બાપના પૈસા સાફ કરી નાખ્યા ! કેમકે બાપનું લલાટ ભાંગેલું હતું, લલાટ ભાગેલું હોય તે દિકર રાથી કંઈ નથી ને લલાટ સારૂં સાજું તે દિકરે ન હોય તે પણ કંઈ બગડવાનું નથી ! જે એની જીવતા જીવ તરીકેની વિશેષતા સમજતા હોઈએ, એના અનંતાઅનંત કાળના દુઃખી આત્મા પર દયાળુપણું હોય તે વિચારાય કે અમે તે હાથે કરીને વિષય-કષાયની આગ સળગાવી છે, ને એમાં બળી સળગી રહ્યા છીએ, પણ આને શા માટે બાળીએ? એને કહીએ, જે ભાઈ, અમે તે બળી રહ્યા છીએ, પણ તાર બીજે વિચાર કરવાનું નથી, નહીંતર તું સળગી મરીશ.” તમે કહેશે કે અમે એકલા ! અમારૂં કેણ? તે એકલા કેમ રહ્યા? જવું હતું ને ભગવાનના શાસનમાં અનેક સાધુઓ અને સંઘ તમારી સેવા કરત ! આ તે પહેલેથી બિગાડાનું મંડાણ કર્યું, ને બધું બગડી ગયું, પછી