________________
૩૮૮
સબધી વાત. પરંતુ એ બહાને જે છોકરાને દીક્ષા ન લેવા દેવી હેય તે એ શેના જેવું થાય? એક માણસ ૧૨ વર્ષને રોગી છે. એવી એને કારમી પીડા ઉપડે છે કે બિચારો ધડી ભર પણ જંપીને બેસી શકતે નથી! આળટવું પડે છે! પેટ દબાવવું પડે છે ! વારંવાર શૂળ ઉપડી છે કે ચીસ પડી જાય છે. એવામાં કઈ કિમિયાગર આવ્યો ને કહે છે કે, હું એને ઔષધ આપું. તે ઘરનાં માણસ કહે છે, “ના હજી વાર છે. એનામાં ગ્યતા નથી મુહૂર્ત નથી. ઘરનાં સંગ નથી. હજી એની ઉમર નાની છે.” તે શું પેલે કિમિયાગર ન કહે, “ઘેલા છે? આ બિચારો મરી રહ્યો છે, ને કહે છે ઉંમર નાની છે.” એમ અહીં ગુરુમહારાજ કહે છે, “જુએ બ્રહાદત્ત, આ તમારો પુત્ર સંસારની કારમી પીડાથી પીડાઈ રહ્યો છે ! અમારી પાસે ઔષધ છે, તે આપવા દે ! અસલ તે તમારે પણ ઔષધ લેવા જેવું છે. છેવટે એને તે લેવા દો. પેલા અજ્ઞાનની જેમ ને ન કહેતા.'
બીજું દૃષ્ટાંત – ભિખારી ભીખ માગતા ફરે છે. લેકે ખાવાનું આપવાના બદલે લાત આપે છે. આ દિશામાં રાજ્ય મંત્રી આવીને ભિખારીના બાપને કહે છે.
લાવ છોકરાને, એને રાજ્યના સિંહાસન પર બેસાડી દઉં !” ત્યાં જે બાપ કહે,
“ના, હજ વાર છે ! મારે એકને એક ચાધાર .