________________
૩૦૪
ધર્મ. મૃતધર્મની જેમ ચારિત્રધર્મ ઉપર પણ અનહદ શ્રદ્ધા જોઈએ. ધર્મના અનુષ્ઠાને અને આચરણા ઉપર જ્વલંત રાગ અને અથાગ મમત્વ હોવું ઘટે. જે આવી શ્રધ્ધાસંપન્નતા ન હોય તે સંભવ છે ચારિત્ર લીધા પછી જાતે ક્રિયામાર્ગમાં શિથિલ બને, બીજાને કિયામાર્ગમ શિથિલ કરે, ઉપેક્ષાવાળા બનાવે. માટે શ્રદ્ધા સંપન્નતા જોઈએ જ. (૧૬) સમુપસંપન્નતા –
વિસિંહ આચાર્ય મહારાજના પૂર્વ ભાવે સાંભળ્યા પછી શિખીકુમારને પ્રશ્ન ઉઠયે-“સાધુપણની યેગ્યતામાં શું આવે? તેના ઉત્તરમાં આચાર્ય ભગવંતે સાધુ જીવનની ગ્યતામાં સેળ ગુણની આવશ્યકતા બતાવી. આપણે પંદર ગુણોનું વિવેચન જોયું. સેળ ગુણ છે, સમુપસંપને-સારી રીતે ઉપસંપદાને પામેલ, ઉપસંપદાને ગ્રહણ કરનારે, સ્વીકારનારો શાસ્ત્રમાં જુદી જુદી ઉપસંપદાઓ કહેવામાં આવેલી છે. તપનીવિનયની વગેરે. વિનયની ઉપસંપદા લેવી એટલે વિનયનું શિક્ષણ લેવું. પણ તે સમર્પિત થઈને. આ ગુણ સાધુ બન્યા પછી અત્યંત જરૂરી છે. સાધુ બનવા માટે જરૂરી સામાન્ય ઉપસંપદાને સ્વીકારનારે એટલે ગરુના શિક્ષણને સ્વીકારનાર. ગુરૂને શિષ્ય કહે છે-“હું આપને શરણે છું. મને હવે જે યોગ્ય લાગે તે મુજબનું શિક્ષણ આપે. મારા આત્માની યેગ્ય સંભાળ કરે.આમ હૃદયથી સમર્પિત થનારે આત્મા ઉપસંપન્ન બની શકે છે. સ્વેચ્છાએ ગુરુને સમર્પણ કર્યું, પિતાનું અહંવ મૂછ્યું,