________________
પરમાર્થવૃત્તિ વગેરે ઝગમગતાં હોય. સમુદ્રદત્ત પિતે જ સમાધાન કરી લે છે-“મેહના ઉદય આગળ કંઈ દુષ્કર નથી. મેહભાવમાં કઈ અશક્યતા નથી. વળી, આવું જોયા પછી હું ઘરવાસમાં બેસી રહું? સર્યું એવા ઘરવાસથી. હવે તે હું ઘરવાસને ત્યાગ કરી પરમાત્માનું સાધુપણું સ્વીકારી લઉં.' અહીં પૂછે ને કે –
પ્રવ–“અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે કરે છે? એક સ્ત્રી આવી છે તે બીજી પરણું લેજે.'
ઉ૦–“ના.”
આ જગતમાં જે સ્નેહ છે, તેનું પરિણામ આવું જ આવે છે. કેઈને વહેલું, કેઈને , જેનું છેવટ આવું એના આદર શા ? સમુદ્રદત્તને ત્યારે શું કરવું છે ? વિચારે છે કે “હવે તે ત્યાં જ જાઉં, કે જ્યાં મારા ગુરુદેવ અનંગદેવ આચાર્ય મહારાજ બિરાજતા હેય. ઘેર જશે મંગળીયે. મારે એવા ઘરવાસના કલેશમાં પડવાની શી જરૂર
પ્રશ્ન થાય કે મંગળીયે સમુદ્રદત્તનું નુકશાન કર્યું કે લાભ? એને મર્મ સમજવા જુઓ કે આ શેઠ તે એવા નીકળ્યા કે એમને ઘેર ય જવું નથી, કે સાસરે ય જવું નથી. હવે એમને તે આત્માના રક્ષણ માટે જવું છે ! આમાં લાભ કહેશે કે નુકશાન?
સમુદ્રદત્ત પિતાનો આ વિચાર મંગળીયાને જણાવે છે