________________ 61 અશ્વકર્ણકરણોદ્ધા એટલે કે બધા અપૂર્વસ્પર્ધકોની તુલ્ય રસવાળા અને 1 ઠાણીયા રસવાળા પૂર્વસ્પર્ધકોના અનંતમા ભાગના સ્પર્ધકોની તુલ્ય રસવાળા નવા સ્પર્ધકો બંધાય છે. ઉદયમાં રહેલ રસ કરતા બધ્યમાન રસ અનંતગુણહીન હોય છે. તે ઉત્કૃષ્ટ રસસ્પર્ધકોની અપેક્ષાએ સંભવે છે, કેમકે પ્રથમ સ્પર્ધક સરખા હોય છે. અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ સમયથી પ્રથમ રસખંડની સમાપ્તિ સુધી તે જ સ્થિતિખંડ, રસખંડ, રસસત્તા અને સ્થિતિબંધ હોય છે. ગુણશ્રેણિ બીજા વગેરે સમયે અસંખ્યગુણ દલિકવાળી હોય છે. બીજા વગેરે સમયે અપૂર્વસ્પર્ધક બનાવવા અસંખ્યગુણ-અસંખ્યગુણ દલિક ખેંચે છે. બીજા વગેરે સમયે નવા થતા અપૂર્વસ્પર્ધકો અસંખ્યગુણહીન હોય છે. રસબંધ અને રસોદય પ્રતિસમય અનંતગુણહીન થાય છે. પ્રથમ રસખંડનો ઘાત થયા પછી સત્તામાં સંજવલન લોભનો રસ (રસસ્પર્ધકો) થોડો હોય છે. તેના કરતા સંજવલન માયાનો રસ અનંતગુણ હોય છે, તેના કરતા સંજવલન માનનો રસ અનંતગુણ હોય છે, તેના કરતા સંજવલન ક્રોધનો રસ અનંતગુણ હોય છે. હવેથી યાવત્ અશ્વકર્ણકરણાદ્ધાના ચરમસમય સુધી રસસ્પર્ધકો આજ ક્રમે હોય છે. બીજા વગેરે (ઘાયમાન) રસખંડ પણ આ જ ક્રમે હોય છે. અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમ રસખંડ દ્વારા સંજવલન ક્રોધના થોડા, સંજવલન માનના વિશેષાધિક, સંજવલન માયાના વિશેષાધિક અને સંજવલન લોભના વિશેષાધિક એ ક્રમે રસસ્પર્ધકોનો ઘાત થાય છે. ત્યારપછી શેષ રસસ્પર્ધકો સંજવલન લોભના થોડા, સંજવલન માયાના અનંતગુણ, સંજવલન માનના અનંતગુણ અને સંજવલન ક્રોધના અનંતગુણ એ ક્રમે સત્તામાં હોય છે. બીજા વગેરે રસખંડ દ્વારા સંજવલન લોભના થોડા, સંજવલન માયાના અનંતગુણ, સંજવલને માનના અનંતગુણ અને સંજવલન ક્રોધના અનંતગુણ એ ક્રમે રસસ્પર્ધકોનો ઘાત થાય છે. પ્રત્યેક રસખંડનો ઘાત થયા પછી સત્તાગત રસ પણ તે જ ક્રમે હોય છે. અશ્વકર્ણકરણાદ્ધામાં પ્રથમ રસખંડનો ઘાત થયા પછીનું 18 પદનું અલ્પબદુત્વ - 1) સંજવલન ક્રોધના અર્વસ્પર્ધકો અલ્પ છે. 2) તેના કરતા સંજવલન માનના ચૂર્વસ્પર્ધકો વિશેષાધિક છે. 3) તેના કરતા સંજવલન માયાના મૂર્વસ્પર્ધકો વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન લોભના અર્વસ્પર્ધકો વિશેષાધિક છે. 5) તેના કરતા એક દ્વિગુણહાનિના આંતરામાં રહેલા પૂર્વસ્પર્ધકો અસંખ્યગુણ છે. કેમકે એક દ્વિગુણહાનિના રસસ્પર્ધકોના અસંખ્યાતમા ભાગ જેટલા અપૂર્વસ્પર્ધકો થાય છે. 6) તેના કરતા એક સ્પર્ધકની વર્ગણા અનંતગુણ છે. એક દ્વિગુણહાનિમાં રસસ્પર્ધકો અભવ્ય કરતા અનંતગુણ હોય છે. એક સ્પર્ધકમાં વર્ગણા પણ અભવ્ય