________________ 62 અશ્વકર્ણકરણોદ્ધા કરતા અનંતગુણ હોય છે. તેમાં પ્રથમ (અભવ્ય x અનંતગુણ) કરતા બીજુ (અભવ્ય x અનંતગુણ) અનંતગણુ 7) તેના કરતા સંજવલન ક્રોધના બધા અપૂર્વસ્પર્ધકોની વર્ગણા અનંતગુણ છે. 8) તેના કરતા સંજવલન માનના બધા અપૂર્વસ્પર્ધકોની વર્ગણા વિશેષાધિક છે. કેમકે સંજવલન ક્રોધના અપૂર્વસ્પર્ધકો કરતા સંજવલન માનના અપૂર્વસ્પર્ધકો વિશેષાધિક છે અને પ્રત્યેક સ્પર્ધકની વર્ગણાઓ ચારે કષાયની તુલ્ય જ હોય છે. 9) તેના કરતા સંજવલન માયાના બધા અપૂર્વસ્પર્ધકોની વર્ગણા વિશેષાધિક છે. 10) તેના કરતા સંજવલન લોભના બધા અપૂર્વસ્પર્ધકોની વર્ગણા વિશેષાધિક છે. 11) તેના કરતા સંજવલન લોભના બધા પૂર્વસ્પર્ધકો અનંતગુણ છે. સંજવલન લોભના પૂર્વસ્પર્ધકોની એક દ્વિગુણહાનિના અસંખ્યાતમા ભાગ જેટલા તેના અપૂર્વસ્પર્ધકો છે. તેથી અપૂર્વસ્પર્ધકો કરતા એક દ્વિગુણહાનિમાં અસંખ્યગુણ સ્પર્ધકો છે. સંજવલન લોભના પૂર્વસ્પર્ધકોની આવી અનંત દ્વિગુણહાનિ છે. તેથી સંજ્વલન લોભના પૂર્વસ્પર્ધકો અપૂર્વસ્પર્ધકોથી અનંતગુણ છે. પૂર્વસ્પર્ધકો = 1 દ્વિગુણહાનિના સ્પર્ધકો x નાના દ્વિગુણહાનિસ્થાનો. અપૂર્વસ્પર્ધકોની વર્ગણા = 1 દ્વિગુણહાનિના સ્પર્ધકો * 1 સ્પર્ધકની વર્ગણા. અસંખ્ય એક સ્પર્ધકની વર્ગણા કરતા નાના દિગુણહાનિસ્થાનો અનંતગુણ છે. માટે અપૂર્વસ્પર્ધકોની વર્ગણા કરતા પૂર્વસ્પર્ધકો અનંતગુણ છે. 12) તેના કરતા સંજવલન લોભના પૂર્વસ્પર્ધકની વર્ગણાઓ અનંતગુણ છે. કેમકે એક સ્પર્ધકમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓ છે. 13) તેના કરતા સંજવલન માયાના પૂર્વસ્પર્ધકો અનંતગુણ છે. પ્રથમ રસખંડનો ઘાત થયા પછી સંજવલન લોભના સ્પર્ધકો કરતા સંજવલન માયાના સ્પર્ધકો અનંતગુણ હોય છે. અહીં એકસ્પર્ધકની વર્ગણારૂપ ગુણકાર કરતા આ ગુણકારરૂપ અનંત મોટુ હોવાથી સંજવલન લોભના પૂર્વસ્પર્ધકોની વર્ગણા કરતા પણ સંજવલન માયાના પૂર્વસ્પર્ધકો અનંતગુણ હોય છે. આવી જ રીતે આગળ પણ જાણી લેવું. 14) તેના કરતા સંજવલન માયાના પૂર્વસ્પર્ધકોની વર્ગણા અનંતગુણ છે. 15) તેના કરતા સંજવલન માનના પૂર્વસ્પર્ધકો અનંતગુણ છે. 16) તેના કરતા સંજવલન માનના પૂર્વસ્પર્ધકોની વર્ગણા અનંતગુણ છે. 17) તેના કરતા સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકો અનંતગુણ છે. 18) તેના કરતા સંજવલન ક્રોધના પૂર્વસ્પર્ધકોની વર્ગણા અનંતગુણ છે.