________________ 45 અશ્વકર્ણકરણોદ્ધા છેલ્લા સ્પર્ધકની પ્રથમવર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા (દ્વિગુણહાનિના સ્પર્ધક–૧) x 1 સ્પર્ધકની વર્ગણા x ચય આટલા પરમાણુ ઓછા છે. ઓછા થયેલા પરમાણુ = પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પરમાણુ-છેલ્લા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના પરમાણુ. જો છેલ્લા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં જેટલા પરમાણુ છે તેટલા પરમાણુ હોત તો પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ કરતા છેલ્લા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ તે સ્પર્ધકની સંખ્યા જેટલા ગુણા થાત. પણ ઉપર જણાવ્યા પ્રમાણે છેલ્લા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા (દ્વિગુણહાનિના સ્પર્ધક - 1) x 1 સ્પર્ધકની વર્ગણાં Xચય આટલા પરમાણુ ઓછા છે. માટે આ ઓછા પરમાણુની સંખ્યાને જેટલામુ સ્પર્ધક છે (દ્વિગુણહાનિના જેટલા સ્પર્ધકો છે) તેટલા ગુણ પ્રથમસ્પર્ધકની પ્રથમ વર્ગણાના પ્રત્યેક પરમાણુના રસાણ વડે ગુણતા જે આવે તેટલા રસાણ છેલ્લા સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા રસાણમાં જેટલામુ સ્પર્ધક છે તેટલા ગુણ પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલા બધા રસાણ કરતા ઓછા છે. વિવક્ષિત સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા કરતા ઓછા થતા પરમાણુ = (વિવક્ષિત સ્પર્ધક - 1) x 1 સ્પર્ધકની વર્ગણા x ચય | વિવક્ષિત સ્પર્ધકની પ્રથમ વર્ગણાના બધા પરમાણુના ભેગા થયેલ બધા રસાણ = વિવક્ષિત સ્પર્ધકx (વ X ) - [(વિવક્ષિત સ્પર્ધક - 1) x 1 સ્પર્ધકની વર્ગણા x ચય x (વિવક્ષિત સ્પર્ધક x )] v પૂર્વે અસત્કલ્પનાથી સ્પર્ધકગત વર્ગણા, પરમાણુ વગેરેની સ્થાપના કરી છે. તેમાં રસાણની સ્થાપના કરી આપણે આ વસ્તુ વિચારીએ એટલે સહેલાઈથી સમજી શકાશે - પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણામાં 256 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 1,00,000 રસાણ છે. પહેલા સ્પર્ધકની બીજી વર્ગણામાં 248 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 1,00,001 રસાણ છે. પહેલા સ્પર્ધકની ત્રીજી વર્ગણામાં ૨૪૦પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 1,00,000 રસાણ છે. પહેલા સ્પર્ધકની ચોથી વર્ગણામાં 232 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 1,00,003 રસાણ છે. ચાર વર્ગણાનું એક સ્પર્ધક છે. તેથી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 224 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 2,00,000 રસાણ છે. બીજા સ્પર્ધકની બીજી વર્ગણામાં 216 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 2,00,001 રસાણ છે. બીજા સ્પર્ધકની ત્રીજી વર્ગણામાં 208 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 2,00,002 રસાણ છે. બીજા સ્પર્ધકની ચોથી વર્ગણામાં 200 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 2,00,003 રસાણ છે. ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 192 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 3,00,000 રસાણ છે. ત્રીજા સ્પર્ધકની બીજી વર્ગણામાં 184 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 3,00,001 રસાયું છે. ત્રીજા સ્પર્ધકની ત્રીજી વર્ગણામાં 176 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 3,00,002 રસાણ છે. ત્રીજા સ્પર્ધકની ચોથી વર્ગણામાં 168 પરમાણુ છે, દરેક પરમાણુ ઉપર 3,00,003 રસાણ છે.