________________ 30 અશ્વકર્ણકરણાદ્ધા રસસત્તા- અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયે સત્તામાં રહેલા સંજવલન માનનો અનુભાગ અલ્પ હોય છે, તેના કરતા સંજવલન ક્રોધનો અનુભાગ વિશેષાધિક છે, તેના કરતા સંજવલન માયાનો અનુભાગ વિશેષાધિક છે, તેના કરતા સંજવલન લોભનો અનુભાગ વિશેષાધિક છે. રસબંધ - બંધાતા સંજવલન 4 માં પણ રસનો ક્રમ આ પ્રમાણે જ (રસસત્તાના ક્રમ પ્રમાણે જ) છે - સંજવલન માનનો રસબંધ સૌથી થોડો છે, સંજવલન ક્રોધનો રસબંધ તેના કરતા વિશેષાધિક છે, સંજવલન માયાનો રસબંધ તેના કરતાં વિશેષાધિક છે, સંજવલન લોભનો રસબંધ તેના કરતા વિશેષાધિક છે. પ્રથમ રસખંડ- પ્રથમ રસઘાતમાં સંજવલન ક્રોધ વગેરેના જે રસખંડનો ઘાત થાય છે તેનું પ્રમાણ - સંજવલન ક્રોધના હણાતા રસસ્પર્ધકો સૌથી થોડા છે. તેના કરતા સંજવલન માનના હણાતા રસસ્પર્ધકો વિશેષાધિક છે. તેના કરતા સંજવલન માયાના હણાતા રસસ્પર્ધકો વિશેષાધિક છે. તેના કરતા સંજવલન લોભના હણાતા રસસ્પર્ધકો વિશેષાધિક છે. પ્રથમ રસખંડનો ઘાત થયા પછી શેષ સત્તાગત રસના અલ્પબદુત્વનો ક્રમ બદલાઈ જાય છે. તે આ પ્રમાણે છે - સંજવલન લોભના સત્તાગત શેષ રસસ્પર્ધકો - અલ્પ છે. તેના કરતા સંજ્વલન માયાના સત્તાગત શેષ રસસ્પર્ધકો - અનંતગુણ છે. તેના કરતા સંજવલન માનના સત્તાગત શેષ રસસ્પર્ધકો - અનંતગુણ છે. તેના કરતા સંજવલન ક્રોધના સત્તાગત શેષ રસસ્પર્ધકો અનંતગુણ છે. પ્રશ્ન - રસઘાત દરમિયાન વિશેષાધિકપણે રસસ્પર્ધકો ઓછા થાય છે, તો પછી શેષ રસસ્પર્ધકો અનંતગુણહીન શી રીતે હોઈ શકે? જવાબ- ઘાયમાન રસસ્પર્ધકો સંજવલન ક્રોધ વગેરેના ક્રમશઃ વિશેષાધિકના ક્રમે હોવા છતા તે સત્તાગત રસસ્પર્ધકોના અનંત બહુભાગ રૂપ હોવાથી સંજવલન ક્રોધ વગેરેના શેષ રસસ્પર્ધકો ક્રમશઃ અનંતગુણહીન ક્રમે હોઈ શકે છે. અસત્કલ્પનાથી આ વસ્તુ વિચારીશુ એટલે બરાબર ખ્યાલ આવશે - * અશ્વકર્ણકરણોદ્ધાના પ્રથમસમયે સત્તામાં આ પ્રમાણે રસસ્પર્ધકો હોય છે - સંજવલન માનના સત્તાગત રસસ્પર્ધક = 512 સંજવલન ક્રોધના સત્તાગત રસસ્પર્ધક = 515 સંજવલન માયાના સત્તાગત રસસ્પર્ધક = 518 સંજવલન લોભના સત્તાગત રસસ્પર્ધક = પર૧ પ્રથમ રસઘાત દ્વારા હણાતા રસસ્પર્ધકો આ પ્રમાણે છે -