________________ અશ્વકર્ણકરણોદ્ધા છે. માટે અપવર્તમાન દલિક કરતા અવસ્થિત દલિક અસંખ્યગુણ હોય છે. ઉપરનુ અલ્પબદુત્વ ક્ષેપકને આશ્રયીને કહ્યું છે. ઉપશમકને આશ્રયીને પણ અલ્પબદુત્વ એ જ પ્રમાણે જાણવુ. અક્ષપક અને અનુપશમક જીવો જો વિશુદ્ધ પરિણામમાં હોય તો ઉદ્વર્તમાન દલિક કરતા અપવર્તમાન દલિક વિશેષાધિક હોય, જો સંક્લિષ્ટ પરિણામમાં હોય તો અપવર્ધમાન દલિક કરતા ઉદ્વર્તમાન દલિક વિશેષાધિક હોય, જો મધ્યમ પરિણામમાં હોય તો અપવર્ધમાન દલિક અને ઉદ્વર્તમાન દલિક તુલ્ય હોય. અહીં એટલો અપવાદ ધ્યાનમાં રાખવાનો છે કે યથાપ્રવૃત્તાદિકરણવર્તી જીવોને તથા કરણાભિમુખ જીવોને ઉદ્વર્તમાન દલિક કરતા અપવર્તમાન દલિક અસંખ્યગુણ હોય છે. પૂર્વે સાત નોકષાયોની ક્ષપણાનો અધિકાર વર્ણવ્યો છે. હવે આગળ કષાયોની ક્ષપણાનો અધિકાર વર્ણવાય છે. પુરુષવેદનો ઉદયવિચ્છેદ થયા પછી ક્રોધવેદનાદ્ધાના ત્રણ ભાગ કરવા. તેમાં પહેલો ભાગ તે અશ્વકર્ણકરણાદ્ધા, બીજો ભાગ તે કિટ્ટિકરણાદ્ધા અને ત્રીજો ભાગ તે ક્રોધકિટ્ટિવેદનાદ્ધા. તેમાં પ્રથમ અશ્વકર્ણકરણાદ્ધાની વક્તવ્યતા જણાવાય છે. (4) અશ્વકર્ણકરણાદ્ધા અશ્વકર્ણકરણાદ્ધાના ત્રણ નામ છે - 1) અશ્વકર્ણકરણાદ્ધા, 2) આદોલકરણાદ્ધા અને 3) અપવર્તના-ઉદ્વર્તનાકરણાદ્ધા. (1) અશ્વકર્ણકરણાદ્ધા- જેમ ઘોડાના કાન વચ્ચેથી પહોળા હોય છે અને ઘટતા ઘટતા છેડે સાંકડા હોય છે તેમ પ્રથમરસખંડનો ઘાત થયા પછી સંજવલન ક્રોધથી સંજવલન લોભ સુધીનો સત્તાગત અનુભાગ ક્રમશઃ ઘટતો હોય છે. તેથી આ અદ્ધાને અશ્વકર્ણકરણોદ્ધા કહેવાય છે. (2) આદોલકરણાદ્ધા - જેમ હીંચકામાં બન્ને દોરડા વચ્ચેનું અંતર ઉપર વધુ હોય છે અને પછી નીચે જતા ઘટતુ જાય છે તેમ અહીં પહેલા રસખંડનો ઘાત થયા પછી સંજ્વલન ક્રોધથી સંજવલન લોભ સુધીનો સત્તાગત રસ ક્રમશઃ ઘટતો હોય છે. તેથી આ અદ્ધાને આદોલકરણાદ્ધ કહેવાય છે. (3) અપવર્તના-ઉદ્વર્તનાકરણાદ્ધા - અપવર્તન એટલે હાનિ અને ઉદ્વર્તન એટલે વૃદ્ધિ. પહેલા રસખંડનો ઘાત થયા પછી સંજવલન ક્રોધથી સંજવલન લોભ સુધીનો સત્તાગત રસ ક્રમશ: અનંતગુણહીન હોય છે, અથવા સંજવલન લોભથી સંજવલન ક્રોધ સુધીનો સત્તાગત રસ ક્રમશઃ અનંતગુણવૃદ્ધ હોય છે. તેથી આ અદ્ધાને અપવર્તના-ઉદ્વર્તનાકરણાદ્ધા કહેવાય છે. સ્થિતિબંધ-અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયે સંજવલન ૪નો અંતર્મુહૂર્તધૂન 16 વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, શેષ કર્મોનો સંગાતા હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. સ્થિતિસત્તા - અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયે ઘાતી ની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષની છે અને અઘાતી ૩ની સ્થિતિસત્તા અસંખ્ય હજાર વર્ષની છે. 1. અદ્ધા = કાળ.