________________ અશ્વકર્ણકરણોદ્ધા સંજવલન ક્રોધના હણાતા રસસ્પર્ધકો = 387 સંજવલન માનના હણાતા રસસ્પર્ધકો = 480 સંજવલન માયાના હણાતા રસસ્પર્ધકો = 510 સંજવલન લોભના હણાતા રસસ્પર્ધકો = 119 પ્રથમ રસઘાત પછી સત્તામાં શેષ રહેલ રસસ્પર્ધકો આ પ્રમાણે છે - સંજવલન ક્રોધના સત્તાગત શેષ રસસ્પર્ધકો = 515-387 = 128 સંજવલન માનના સત્તાગત શેષ રસસ્પર્ધકો = 512-480= 32 સંજવલન માયાના સત્તાગત શેષ રસસ્પર્ધકો = 510-510= 8 સંજવલન લોભના સત્તાગત શેષ રસસ્પર્ધકો = પર૧–૫૧૯ = 2 આમ અહીં ક્રમશઃ વિશેષાધિક રસસ્પર્ધકોનો જ ઘાત થવા છતા શેષ રહેલા રસસ્પર્ધકો ક્રમશઃ ચારગુણહીન (ચોથા ભાગના) રહે છે. તેમ વાસ્તવમાં પણ ક્રમશઃ વિશેષાધિક રસસ્પર્ધકોનો જ ઘાત થવા છતા શેષ રહેલા રસસ્પર્ધકો ક્રમશઃ અનંતગુણહીન રહે છે. અપૂર્વસ્પર્ધકની રચના - અશ્વકર્ણકરણાદ્ધાના પ્રથમસમયે જ અપૂર્વરસસ્પર્ધકોની રચના કરે છે. અત્યારસુધી જે રસસ્પર્ધકો સત્તામાં હતા તે પૂર્વસ્પર્ધકો કહેવાય છે. અહીંથી પૂર્વસ્પર્ધકોના જઘન્ય રસસ્પર્ધકથી અનંતગુણહીન રસવાળા જે અનંતા નવા રસસ્પર્ધકોની રચના થાય છે તે અપૂર્વ રસસ્પર્ધકો કહેવાય છે. પૂર્વસ્પર્ધકનું સ્વરૂપ- જેના કેવળીની બુદ્ધિરૂપી શસ્ત્રથી પણ બે ભાગ ન થઈ શકે તેવો રસનો ઝીણામાં ઝીણો અંશ તે અવિભાગ અથવા રસાણ કહેવાય છે. સત્તાગત દરેક કર્મપરમાણુ ઉપર જઘન્યથી તેમ જ ઉત્કૃષ્ટથી સર્વજીવોથી અનંતગુણ રસાણુઓ (રસના અવિભાગ) હોય છે. એક સરખા રસાણુવાળા કર્મપરમાણુઓનો સમુદાય તે વર્ગણા. ક્રમશઃ એક-એક અધિક રસાણુવાળી અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમુદાય તે સ્પર્ધક આવા અનંતા રસસ્પર્ધકો સત્તામાં હોય છે. વિશેષ વિવેચન - સત્તાગત જે કર્મપરમાણુઓ છે તેમાં સૌથી જઘન્ય રસવાળા પરમાણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. તેના કરતા જેમાં એક રસાણ અધિક હોય તેવા પરમાણુઓનો સમૂહ તે બીજી વણા. તેના કરતા વળી જેમાં એક રસાણ અધિક હોય તેવા પરમાણુઓનો સમૂહ તે ત્રીજી વર્ગણા. એમ યાવત્ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ સુધી જાણવું. આટલી વર્ગણાઓનો સમૂહ તે એક સ્પર્ધક છે. ત્યારપછી જેમાં એક રસાણ અધિક હોય તેવા કોઈ પરમાણુ નથી હોતા, જેમાં બે રસાણ અધિક હોય તેવા કોઈ પરમાણુ નથી હોતા, જેમાં ત્રણ રસાણ અધિક હોય તેવા કોઈ પરમાણુ નથી હોતા, થાવત્ જેમાં એક ન્યૂન સર્વજીવથી અનંતગુણ રસાણ અધિક હોય તેવા કોઈ પરમાણુ નથી હોતા. પણ જેમાં