________________ 25 અનિવૃત્તિકરણ છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી હોય ત્યારે પુરુષવેદના આગાલ-પ્રત્યાગાલનો વિચ્છેદ થાય છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી હોય ત્યારે પુરુષવેદની ઉદીરણાનો વિચ્છેદ થાય પુરુષવેદની ચરમસ્થિતિ ભોગવીને પછી જીવ અશ્વકર્ણકરણોદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં પુરુષવેદનું સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલું દલિક સંજવલન ક્રોધમાં સંક્રમાવીને તેટલા કાળે ક્ષય કરે છે. પ્રસંગતઃ અહીં અંતરકરણક્રિયા પછીથી છ નોકષાયનો ક્ષય થાય ત્યાંસુધી બંધ, ઉદય, સંક્રમ વગેરેમાં રહેલ અનુભાગ-પ્રદેશ વગેરેનું પ્રમાણ કષાયપ્રાભૃતની મૂળગાથા તથા ભાષ્યગાથાઓ દ્વારા બતાવાય છે - 'बंधो व संक्रमो वा उदओ वा तह पदेस-अणुभागे। अधिगो समो व हीणो गुणेण किं वा विसेसेण ? // 142 // ' - કષાયપ્રાભૃતમૂળ, ભાગ-૧૪, પાના નં. 259 બંધ, સંક્રમ અને ઉદયમાં પ્રદેશો પરસ્પર સમાન છે, અધિક છે કે હીન છે? તથા તે કેટલા ગુણ હીન કે અધિક છે? તેવી જ રીતે, બંધ, સંક્રમ અને ઉદયમાં અનુભાગ સમાન છે, અધિક છે કે હીન છે? તથા તે કેટલા ગુણ હીન કે અધિક છે ?' - આવો પ્રશ્ન આ મૂળ ગાથામાં કરેલ છે. કષાયપ્રાભૃતભાષ્યગાથામાં તેનો જવાબ આપે છે - 'बंधेण होइ उदओ अहिओ, उदएण संकमो अहिओ। गुणसेढी अणंतगुणा, बोद्धव्वा होइ अणुभागे // 143 // ' ભાગ-૧૪, પાના નં. 261 અનુભાગ વિષયક જવાબ આપે છે - અનુભાગબંધ સૌથી થોડો છે. તેના કરતા અનુભાગ ઉદય અનંતગુણ છે. તેના કરતા અનુભાગ સંક્રમ અનંતગુણ છે. 'अणुभागेण बंधो थोवो, उदओ अणंतगुणो, संकमो अणंतगुणो।' - કષાયમાતચૂર્ણિ, ભાગ-૧૪, પાના નં. 262 અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછી વિવક્ષિત કોઈ પણ સમયે બધ્યમાન અનુભાગથી ઉદયમાં રહેલ અનુભાગ અનંતગુણ છે, કેમકે વર્તમાન સમયે બંધાયેલા દલિકો કરતા પૂર્વે બંધાયેલા દલિકોમાં રસ અનંતગુણ હોય છે અને અહીં ઉદયમાં પૂર્વબદ્ધ દલિક છે. ઉદયમાં રહેલા રસ કરતા સંક્રમતો રસ અનંતગુણ છે, કેમકે સત્તાગત રસ ઓછો ઉદયમાં આવે છે, જ્યારે પરપ્રકૃતિમાં હોય તેટલો રસ સંક્રમે છે. હવે પ્રદેશ વિષયક જવાબ ભાષ્યની બીજી ગાથા દ્વારા કહે છે -