________________ 24 અનિવૃત્તિકરણ આ ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય છે. ત્યારે સાત નોકષાયના ક્ષપણાકાળનો સંખ્યાતમો ભાગ પસાર થયો છે. તે વખતે નામ-ગોત્ર-વેદનીયનો પણ સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. અહીંથી બધા કર્મોની સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ થાય છે. અહીં સ્થિતિ બંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ક્ર. | પ્રકૃતિ | સ્થિતિબંધનું અલ્પબદુત્વ | સ્થિતિબંધનું પ્રમાણ 1 | મોહનીય અલ્પ સંખ્યાતા વર્ષ | જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય સંખ્યાતગુણ સંખ્યાતા વર્ષ નામ, ગોત્ર સંખ્યાતગુણ સંખ્યાતા વર્ષ | 4 | વેદનીય વિશેષાધિક સંખ્યાતા વર્ષ આ ક્રમે હજારો સ્થિતિઘાત પસાર થાય છે. ત્યારે સાત નોકષાયના ક્ષપણાકાળના સંખ્યાતા બહુભાગ પસાર થયા છે. તે વખતે જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા વર્ષ પ્રમાણ થાય છે. અહીં સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ક્ર. | પ્રકૃતિ | સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ | સ્થિતિસત્તાનું પ્રમાણ 1 | મોહનીય અલ્પ સંખ્યાતા વર્ષ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય | સંખ્યાતગુણ સંખ્યાતા વર્ષ 3 |નામ, ગોત્ર અસંખ્ય ગુણ અસંખ્ય વર્ષ 4 | વેદનીય વિશેષાધિક અસંખ્ય વર્ષ હવેથી જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોના સ્થિતિખંડો સત્તાગત સ્થિતિના સંખ્યાતા બહુભાગ પ્રમાણવાળા જાણવા. એટલે કે હવેથી પ્રત્યેક સ્થિતિઘાતે જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતકર્મોની સ્થિતિસત્તા સંખ્યાતગુણહીન થાય છે. શેષ કર્મોના સ્થિતિખંડો સત્તાગત સ્થિતિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણવાળા છે. આ ક્રમે હજારો સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે હાસ્ય નો સર્વથા ક્ષય થઈ જાય છે. તે વખતે પુરુષવેદનો ચરમ બંધ અને ચરમ ઉદય થાય છે. તે વખતે પુરુષવેદના સમયોન બે આવલિકા દરમિયાન બંધાયેલા દલિક સિવાયના બાકીના બધા દલિકોનો પણ ક્ષય થાય છે. તે વખતે પુરુષવેદનો છેલ્લો 8 વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, સંજવલન 4 નો 16 વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને શેષ કર્મોનો સંગાતા હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તે વખતે ઘાતી 4 ની સ્થિતિસત્તા સંખ્યાતા વર્ષની હોય છે અને અઘાતી 3 ની સ્થિતિસત્તા અસંખ્ય વર્ષ પ્રમાણ હોય છે. તે વખતે પુરુષવેદના બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. સાતે નોકષાયની ક્ષપણા વખતે જીવ સંજ્વલન ક્રોધ અને પુરુષવેદની પ્રથમસ્થિતિને ભોગવતો હોય