________________ અનિવૃત્તિકરણ मध्यमकषायाष्टकं प्रागेव क्षपयितुमारब्धं, परं तन्नाद्यापि क्षीणं, केवलमपान्तराल एव पूर्वोक्तं प्रकृतिषोडशकं क्षपितं, ततः पश्चात्तदपि कषायाष्टकं मुहूर्त्तमात्रेण क्षपयति / एष सूत्रादेशः / अन्ये त्वाहुः-षोडशकर्माण्येव પૂર્વ પથિતુમારજો, વર્તમપાત્તાત્રેછી વર્ષાયાન ક્ષપતિ, પશ્ચાત્ ષોડશvીતિ ' - કર્મપ્રકૃતિના સત્તાપ્રકરણની ગાથા ૫૫ની ઉપા. શ્રી યશોવિજયજી કૃત ટીકા. અહીં અનિવૃત્તિકરણના પહેલા સમયે આઠ કષાયની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહી છે. પૂર્વે કષાયમામૃતાચૂર્ણિના આધારે આપણે જોઈ ગયા છીએ કે અનિવૃત્તિકરણના પહેલા સમયે તો બધા કર્મોની સ્થિતિસત્તા અંતઃક્રોડ સાગરોપમ પ્રમાણ છે. ત્યાર પછી ઘટતા ઘટતા અનિવૃત્તિકરણના સંખ્યાતા બહુભાગ ગયા પછી મોહનીયની સ્થિતિસત્તા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. ત્યારપછી એટલે કે થિણદ્ધિ 3 વગેરે 16 પ્રકૃતિઓનો ક્ષય કર્યા પછી હજારો સ્થિતિઘાત વીત્યા બાદ મન:પર્યવજ્ઞાનાવરણ અને દાનાંતરાયના દેશઘાતિ રસબંધનો પ્રારંભ કરે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ અને લાભાંતરાયના દેશઘાતી રસબંધનો પ્રારંભ કરે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને ભોગાંતરાયના દેશઘાતી રસબંધનો પ્રારંભ કરે છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી ચક્ષુદર્શનાવરણના દેશઘાતી રસબંધનો પ્રારંભ કરે છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી મતિજ્ઞાનાવરણ અને ઉપભોગાંતરાયના દેશઘાતી રસબંધનો પ્રારંભ કરે છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત વીત્યા પછી વીર્યાન્તરાયના દેશઘાતી રસબંધનો પ્રારંભ કરે છે. ત્યારપછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી નવા સ્થિતિઘાત અને સ્થિતિબંધની સાથે જ સંજવલન 4 અને નોકષાય 9 - આ 13 પ્રકૃતિઓનું અંતરકરણ કરવાનો પ્રારંભ કરે છે. એક જ સ્થિતિઘાત અને સ્થિતિબંધના કાળ દરમિયાન અંતરકરણક્રિયા પૂર્ણ કરે છે. એટલે સ્થિતિઘાત, સ્થિતિબંધ અને અંતરકરણક્રિયા ત્રણે એક સાથે જ શરુ કરે છે અને એક સાથે જ પૂર્ણ કરે છે. અંતરકરણક્રિયા કરતા સંજવલન ક્રોધ અને પુરુષવેદ- આ બે ઉદયવતી'પ્રકૃતિઓની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ રાખે છે અને શેષ 11 અનુદયવતી પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ એક આવલિકા જેટલી રાખે છે. અંતરકરણદલપ્રક્ષેપવિધિ - 1) જે પ્રકૃતિનો બંધ અને ઉદય હોય, તેનું અંતરકરણનું દલિક પોતાની પ્રથમ સ્થિતિમાં અને બધ્યમાનઉદયવતી પરપ્રકૃતિની પ્રથમસ્થિતિમાં નાંખે, તથા અબાધાકાળને ઓળંગીને પોતાની બીજી સ્થિતિમાં અને બધ્યમાન પરપ્રકૃતિની બીજીસ્થિતિમાં નાંખે છે. દા. ત. સંજવલન ક્રોધ અને પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનાર જીવ પુરુષવેદનું અંતરકરણનું દલિક પુરુષવેદની પ્રથમસ્થિતિમાં અને બધ્યમાન-ઉદયવતી સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિમાં નાંખે, તથા અબાધાને ઓળંગીને પુરુષવેદની બીજી સ્થિતિમાં અને બધ્યમાન સંજવલન ક્રોધ વગેરેની બીજી સ્થિતિમાં નાંખે છે. 1. સંજવલન ક્રોધ અને પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનારને આશ્રયીને આ વાત કરી છે.