________________ અનિવૃત્તિકરણ 2) જે પ્રકૃતિનો બંધ હોય અને ઉદય ન હોય, તેનું અંતરકરણનું દલિક બધ્યમાન-ઉદયવતી પરપ્રકૃતિની પ્રથમસ્થિતિમાં નાંખે, (તનો પોતાનો અનુદય હોવાથી પ્રથમસ્થિતિ ન હોવાથી પોતાની પ્રથમ સ્થિતિમાં ન નાંખે) તથા અબાધાને ઓળંગીને પોતાની બીજી સ્થિતિમાં અને બધ્યમાન પરપ્રકૃતિની બીજી સ્થિતિમાં નાંખે. દા.ત. સંજવલન ક્રોધ અને પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનાર જીવ સંજવલન માનનું અંતરકરણનું દલિક સંજ્વલન ક્રોધ-પુરુષવેદની પ્રથમસ્થિતિમાં નાંખે, તથા અબાધાને ઓળંગીને પોતાની બીજી સ્થિતિમાં અને બધ્યમાન પુરુષવેદ-સંજ્વલન ક્રોધ વગેરેની બીજી સ્થિતિમાં નાંખે. 3) જે પ્રકૃતિનો ઉદય હોય અને બંધ ન હોય, તેનું અંતરકરણનું દલિક પોતાની પ્રથમસ્થિતિમાં અને બધ્યમાન-ઉદયવતી પરપ્રકૃતિની પ્રથમસ્થિતિમાં નાંખે, તથા અબાધાને ઓળંગીને બધ્યમાન પરપ્રકૃતિની બીજી સ્થિતિમાં નાંખે. (તેનો પોતાનો અબંધ હોવાથી ઉદ્વર્તન ન થાય.) દા.ત. સ્ત્રીવેદ અને સંજવલન ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનાર જીવ સ્ત્રીવેદનું અંતરકરણનું દલિક પોતાની પ્રથમસ્થિતિમાં અને સંજવલનક્રોધની પ્રથમસ્થિતિમાં નાંખે, તથા અબાધાને ઓળંગીને બધ્યમાન પુરુષવેદ-સંજવલન ક્રોધ વગેરેની બીજી સ્થિતિમાં નાંખે. 4) જે પ્રકૃતિનો બંધ અને ઉદય ન હોય, તેનું અંતરકરણનું દલિક બધ્યમાન-ઉદયવતી પરપ્રકૃતિની પ્રથમસ્થિતિમાં નાંખે, તેનો પોતાનો અનુદય હોવાથી પ્રથમસ્થિતિ ન હોવાથી પોતાની પ્રથમસ્થિતિમાં ન નાખે. તથા અબાધાને ઓળંગી પરપ્રકૃતિની બીજીસ્થિતિમાં નાંખે. (તેનો પોતાનો અબંધ હોવાથી ઉદ્વર્તના ન થાય.) દા. ત. સંજવલન ક્રોધ અને પુરુષવેદના ઉદયે ક્ષપકશ્રેણિ માંડનાર જીવ નપુસંકવેદનું અંતરકરણનું દલિક સંજવલન ક્રોધ અને પુરુષવેદની પ્રથમસ્થિતિમાં નાંખે અને અબાધા ઓળંગીને બધ્યમાન પુરુષવેદસંજ્વલન ક્રોધ વગેરેની બીજી સ્થિતિમાં નાખે. અંતરકરણક્રિયા પૂર્ણ થાય તે પછીના સમયથી સાત અધિકારો એકસાથે શરુ થાય છે. તે આ પ્રમાણે છે - 1) મોહનીયનો સંખ્યાતા વર્ષનો સ્થિતિબંધ. 2) મોહનીયનો એક ઠાણીયો રસબંધ. 3) મોહનીયનો એક ઠાણીયો રસોઇય. 4) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ. 5) સંજવલન લોભનો અસંક્રમ. 6) બધ્યમાન પ્રકૃતિની છ આવલિકા વીત્યા બાદ ઉદીરણા. 7) નપુંસકવેદની ક્ષપણાનો પ્રારંભ. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “તાથે વેવ નવું યવેસ માગુત્તર સંવમો | મોરીયલ્સ संखेज्जवस्सट्ठिदिगो बंधो / मोहणीयस्स एगट्ठाणिया बंधोदया / जाणि कम्माणि बझंति, तेसिं छसु आवलियासु गदासु उदीरणा / मोहणीयस्स आणुपुव्वीसंकमो / लोहसंजलणस्स असंकमो / एदाणि सत्त વરાળ સંતરડુસમયદે રદ્ધાળ !' - ભાગ-૧૪, પાના નં. 207.