________________ અયોગકેવળી ગુણસ્થાનક 347 મતાંતરે ઉપર કહેલ 73 પ્રકૃતિઓમાંથી મનુષ્યાનુપૂર્વી વિના 72 પ્રકૃતિઓનો દ્વિચરમ સમયે ક્ષય થાય છે અને મનુષ્યાનુપૂર્વી સહિત ઉપર કહેલ 12 પ્રકૃતિઓનો એટલે કુલ ૧૩પ્રકૃતિઓનો ચરમ સમયે ક્ષય થાય આમ સર્વ કર્મોથી મુક્ત થઈ ભગવાન પછીના સમયે ઋજુગતિથી સિદ્ધશિલાની ઉપર લોકના અગ્ર ભાગે પહોંચી જાય છે. અહીં સિદ્ધશિલાની ઉપર ભગવાન પછીના સમયે જ પહોંચી જાય છે. અહીં જેટલા પ્રદેશોને અવગાહીને અયોગીકાલમાં જીવ રહેલ છે તેટલા જ પ્રદેશોની અવગાહનાથી તે ઉપર જાય છે. સિદ્ધશિલાની ઉપર એ ભગવંત અનંતકાળ સુધી શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર પણે અનંતજ્ઞાનદર્શન-ચારિત્રમય સ્વસ્વરૂપને અનુભવતા સ્વસ્વભાવમાં રહે છે. એ ભગવંતને ત્યાંથી ફરી ક્યારેય અહીં આવવાનું હોતુ નથી, કેમકે સંસારમાં પરિભ્રમણના કારણભૂત રાગ અને દ્વેષનો તેમને અભાવ છે. સમ્યક્તપ્રાપ્તિના અધિકારથી યાવતુ સિદ્ધિગતિની પ્રાપ્તિના અધિકાર સુધીના સર્વ સૂક્ષ્મ અતિગહન ગંભીર વિષયોની પૂર્વાચાર્ય ભગવંતોના ગ્રંથોના આધારે પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પૂર્ણકૃપાથી અને સહાયથી અહીં મારા ક્ષયોપશમ મુજબ દિગ્દર્શન કરાવ્યું છે. તેમાં કંઈ પણ ક્ષતિ થઇ હોય તો શ્રુતના પારગામી પૂજ્યો સુધારે એવી વિનંતિ કરવા સાથે તે બદલ મિચ્છામિદુક્કડ દઉં . પ્રાન્ત આ ગ્રંથમાં મતિમંદતા, પ્રમાદ વગેરેના કારણે જિનાજ્ઞાવિરુદ્ધ અલ્પ પણ પ્રરૂપણા થઈ હોય તો તે બદલ પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડ દઉં છું. આ ગ્રંથના પઠન-પાઠન-ચિંતન અને નિદિધ્યાસન દ્વારા ભવ્ય જીવો અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરાવનાર એવા રાગ-દ્વેષરૂપી અંતરંગ શત્રુઓને જીતી આત્મકલ્યાણ સાધે એ જ શુભેચ્છા. | વિક્રમ સંવત્ 2016 અષાઢ વદ 13 ગુરુવારના દિવસે આ ગ્રંથ શિવગંજ મુકામે પૂર્ણ કર્યો. शुभं भवतु, शुभं भवतु, शुभं भवतु / % % %