________________ 346 અયોગીકેવળી ગુણસ્થાનક અહીં કિઠ્ઠિઓનો નાશ કરવો એટલે વધારે યોગના અવિભાગવાળી કિઠ્ઠિઓમાં રહેલ આત્મપ્રદેશોને અલ્પ યોગના અવિભાગવાળી કિઠ્ઠિઓમાં પરિણમાવવા. (2) અયોગી કેવળી ગુણસ્થાનક યોગનિરોધ કર્યા પછીના સમયે જીવ અયોગી કેવળી નામના ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, અથવા શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. શૈલેશી અવસ્થા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. તે અંતર્મુહુર્તકાળની હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે - “નોરાષ્ટિ વિષ્ટિ માસમાં મૂળ ઊંતિ તો ચિંતોમુહુરં સે િય પરિવરિ / - ભાગ 16, પાના નં. 182. શૈલેશી અવસ્થા એટલે સઘળા ગુણોના આધિપત્યની પ્રાપ્તિ, અથવા શીલ એટલે સર્વસંવરરૂપ ચારિત્ર અને ઇશ એટલે તેના સ્વામી, અર્થાત્ સર્વસંવરરૂપ ચારિત્રના સ્વામી તે શીલેશ અને તેમની અવસ્થા તે શૈલેશી અવસ્થા. સયોગીકેવળી ગુણસ્થાનક સુધી યોગ અને તનિમિત્તક કર્મબંધ હોવાથી સર્વસંવરરૂપ ચારિત્ર નથી. અયોગિકેવળી અવસ્થામાં યોગનો અને તગ્નિમિત્તક કર્મબંધનો અભાવ હોવાથી સર્વસંવરરૂપ ચારિત્ર હોય છે. અથવા, શૈલેશ એટલે મેરુ પર્વત, મેરુપર્વતના જેવી સ્થિર અવસ્થા તે શૈલેશી અવસ્થા. તે યોગનો નિરોધ થયો હોવાથી અહીં સંભવે છે. આ શૈલેશી અવસ્થાનો એટલે કે અયોગ કેવળી ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે તે “અ ઇ ઉઋ ' આ પાંચ હૃસ્વાર ઉચ્ચાર કાળ પ્રમાણ અંતર્મુહૂર્ત જાણવુ. આ પ્રમાણે શૈલશી અવસ્થાની વ્યુત્પત્તિઓ તથા કાળ ભગવતીસૂત્રની પૂજ્ય ચાન્દ્રકુલીન અભયદેવસૂરિજી મહારાજની ટીકામાં આપેલ છે - “શીનૅશ: સર્વસંવરપર પ્રભુતચેયવસ્થા શૈક્લેશો વાતચેવ याऽवस्था स्थिरतासाधर्म्यात् सा शैलेशी / सा च सर्वथा योगनिरोधे पञ्चहूस्वाक्षरोच्चारकालमाना / ' - ભગવતીસૂત્રના સૂત્ર ૧/૮/૭૧ની અભયદેવસૂરિકૃતવૃત્તિ. અહીં સમુચ્છિન્નક્રિયઅનિવૃત્તિ નામના શુક્લધ્યાનના ચોથા પાયાનું ધ્યાન કરે છે. તે વખતે વીર્યમાં પ્રવૃત્તિના અભાવે કર્મના બંધન, ઉદીરણા, સંક્રમણ, ઉપશમના વગેરે કોઈ કરણ હોતા નથી. સત્તાગત 85 પ્રકૃતિમાંથી ઉદયવતી 12 પ્રકૃતિઓને વિપાકોદય દ્વારા અને શેષ અનુદયવતી 73 પ્રકૃતિઓને પ્રદેશોદય દ્વારા ભોગવે છે. અયોગીકેવળી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે સત્તામાંથી 73 પ્રકૃતિઓનો ક્ષય કરે છે અને ચરમ સમયે 12 પ્રકૃતિઓનો ક્ષય કરે છે. દ્વિચરમ સમયે ક્ષીણ થતી 73 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - સંસ્થાન 6, અસ્થિર 6, સંઘયણ 6, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, શરીર 5, સંઘાતન 5, ખગતિ 2, દેવ રે, વર્ણાદિ 20, બંધન 5, નિર્માણ, અંગોપાંગ 3, પ્રત્યેક 3, સુસ્વર, અપર્યાપ્ત, નીચગોત્ર, સાતા/અસાતા, મનુષ્યાનુપૂર્વી. ચરમસમયે ક્ષીણ થતી 12 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, ત્રસ 3, પંચેન્દ્રિયજાતિ, ઉચ્ચગોત્ર, યશ, સુભગ, આદેય, જિનનામ, સાતા/અસાતા.