________________ 345 સયોગીકેવળી ગુણસ્થાનક કેવળી ગુણસ્થાનકના ચરમ સમયે સત્તામાં રહેલા કર્મો અયોગી કેવળી ગુણસ્થાનકના કાળ જેટલી સ્થિતિવાળા રહે છે. સયોગી કેવળી ગુણસ્થાનકના ચરમસમયે સાત પદાર્થોનો એક સાથે વિચ્છેદ થાય છે - (1) સર્વ કિઠ્ઠિઓ, (2) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિધ્યાન, (3) સાતવેદનીયનો બંધ, (4) નામ-ગોત્રની ઉદીરણા, (5) લેશ્યા, (6) સ્થિતિઘાત, (7) રસઘાત. આમ યોગનો નિરોધ કરી તે જીવ અયોગિકેવળી નામના ચૌદમા ગુણસ્થાનકે પહોંચે છે. કષાયમામૃતાચૂર્ણિમાં યોગનિરોધના ક્રમમાં થોડો ફરક છે, તે આ પ્રમાણે છે - “ત્તિ સંતોમુત્ત તૂ बादरकायजोगेण बादरमणजोगं णिरुंभइ / तदो अंतोमुहत्तेण बादरकायजोगेण बादरवचिजोगं णिरुंभइ। तदो अंतोमुहुत्तेण बादरकायजोगेण बादरउस्सासणिस्सासं णिरुंभइ / तदो अंतोमुहुत्तेण बादरकायजोगेण तमेव बादरकायजोगं णिरुंभइ / तदो अंतोमुहुत्तं गंतूण सुहुमकायजोगेण सुहुममणजोगं णिऊंभइ / तदो अंतोमुहुत्तेण सुहुमकायजोगेण सुहुमवचिजोगं णिरुंभइ / तदो अंतोमुहुत्तेण सुहुमकायजोगेण सुहुमउस्सासं णिरंभइ ।तदो अंतोमुहुत्तं गंतूण सुहुमकायजोगेण सुहुमकायजोगं णिरुंभमाणो इमाणि करणाणि करेदि।' - ભાગ 16, પાના નં. 162-166. સમુદ્યાત પછી અંતર્મુહૂર્ત વીત્યા બાદ પ્રથમ બાદર કાયયોગથી બાદર મનોયોગનો વિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર વચનયોગનો વિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર ઉચ્છવાસનિઃશ્વાસનો નિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર કાયયોગનો વિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મનોયોગનો નિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ ઉચ્છવાસનિઃશ્વાસનો નિરોધ કરે છે. પછી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં ઉપર પ્રમાણે કહ્યા પછી “સૂક્ષ્મ કાયયોગનો વિરોધ કરવાની રીત આ પ્રમાણે છે” એમ કહી અપૂર્વસ્પર્ધકપ્રરૂપણા અને કિટિઓની પ્રરૂપણા બતાવી છે. એટલે પૂર્વે બાદ કાયયોગનો વિરોધ કરતા જે ક્રિયાઓ બતાવી હતી તે કષાયમામૃતાચૂર્ણિમાં સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરતા બતાવી છે. વળી કષાયપ્રાભૃતચૂર્ણિમાં આગળ જતા કિટિંગતયોગવાળો થયા પછી પ્રતિસમય કિક્રિઓના અસંખ્યાતા બહુભાગોનો ઘાત કરે છે એમ નથી જણાવ્યું, પરંતુ કિટિંગતયોગવાળો થયા પછી સયોગી કેવળી ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી સર્વકિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓનો નાશ કરે છે, ચરમ સમયે અસંખ્ય બહુભાગ પ્રમાણ કિક્રિઓનો નાશ કરે છે એમ કહ્યું છે - “ટ્ટિીપાં મિસમયે સંવેજો માને છાલિ’ - કષાયપ્રાભૃતચૂર્ણિ, ભાગ 16, પાના નં. 180.