________________ 10 અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણના પ્રથમ સમયે સ્થિતિબંધ સહસ્રપૃથક્ત સાગરોપમ પ્રમાણ એટલે કે અંતર્લક્ષ સાગરોપમ જેટલો થાય છે, તથા સ્થિતિસત્તા લક્ષપૃથક્ત સાગરોપમ પ્રમાણ અર્થાત્ અંત:ક્રોડ સાગરોપમ પ્રમાણ છે. સ્થિતિઘાત દ્વારા સત્તામાંથી સ્થિતિ ન્યૂન થતી જાય છે અને સ્થિતિબંધ દ્વારા બધ્યમાન સ્થિતિ ન્યૂન થતી જાય છે. સ્થિતિબંધ વક્તવ્યતા - આ પ્રમાણે અનિવૃત્તિકરણના પ્રથમસમયથી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી (અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે) અસંજ્ઞી પંચેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધ પસાર થાય ત્યારે ચઉરિન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થાય ત્યારે તે ઇન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધ પસાર થાય ત્યારે બેઇન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. ત્યારપછી હજારો સ્થિતિબંધ પસાર થાય ત્યારે એકેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. એકેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય સ્થિતિબંધ થયા પછી હજારો સ્થિતિબંધ પસાર થાય ત્યારે નામ-ગોત્રનો 1 પલ્યોપમ, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય-વેદનીયનો 1 1/2 પલ્યોપમ અને મોહનીયનો 2 પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - પ્રકૃતિ સ્થિતિબંધનું અલ્પબદુત્વ | સ્થિતિબંધનું પ્રમાણ 1 | નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) 1 પલ્યોપમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, | વિશેષાધિક (પરસ્પર તુલ્ય) 1 1/2 પલ્યોપમ અંતરાય, વેદનીય મોહનીય વિશેષાધિક 2 પલ્યોપમ આની પૂર્વેના બધા સ્થિતિબંધોમાં પણ અલ્પબદુત્વનો આ જ ક્રમ હોય છે. આ વખતે એટલે કે નામ-ગોત્રનો એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે વખતે સ્થિતિસત્તા લક્ષપૃથક્વસાગરોપમ પ્રમાણ હોય છે. પ્રથમસમયે જે લક્ષપૃથક્વસાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા કહી છે તેના કરતા અહીં સંખ્યાતગુણહીન સ્થિતિસત્તા હોય છે. નામ-ગોત્રનો એક પલ્યોપમ પ્રમાણ સ્થિતિબંધ થયા પછી અન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણહીન પ્રમાણવાળો એટલે કે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ થાય છે. જ્ઞાનાવરણાદિ 4 તથા મોહનીયનો સ્થિતિબંધ પૂર્વેના સ્થિતિબંધ કરતા પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન થાય છે. તેથી અલ્પબદુત્વ આ પ્રમાણે