________________ અનિવૃત્તિકરણ કર્મપ્રકૃતિના મતે અહીં ઉઠ્ઠલના યુક્ત ગુણસંક્રમ થાય છે. અપૂર્વકરણના પ્રથમસમયે અંતઃકોડાકોડી સાગરોપમ એટલે કે લક્ષપૃથક્વેક્રોડ સાગરોપમનો સ્થિતિબંધ અને સ્થિતિસત્તા હોય છે, પરન્તુ બંધ કરતા સત્તા સંખ્યાતગુણ હોય છે. ઉપર કહેલ પાંચે ક્રિયાઓ દ્વારા હજારો સ્થિતિબંધ અને સ્થિતિખંડ પસાર થતા અપૂર્વકરણ પૂર્ણ થાય છે. બંધવિચ્છેદ - અપૂર્વકરણના પહેલા સંખ્યાતમા ભાગના અંતે નિદ્રા 2 નો બંધવિચ્છેદ થાય છે. ત્યારપછી તેનો ગુણસંક્રમ શરુ થાય છે. હજારો સ્થિતિબંધ વીત્યા પછી અપૂર્વકરણના છઠ્ઠા સંખ્યાતમા ભાગના અંતે દેવગતિ વગેરે 30 પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. તે 30 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - દેવ 2, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 2, આહારક 2, તૈજસ-કાશ્મણશરીર, વર્ણાદિ 4, સમચતુરગ્ન સંસ્થાન, શુભ વિહાયોગતિ, ત્રસ 9, આતપ-ઉદ્યોત વિના પ્રત્યેકની 6. ત્યારપછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી અપૂર્વકરણના અંતે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે અને હાસ્ય 6 નો ઉદયવિચ્છેદ થાય છે. (3) અનિવૃત્તિકરણ ણ.. અપૂર્વકરણ પૂર્ણ થતા જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણના પ્રથમસમયે નવો સ્થિતિબંધ, નવો સ્થિતિઘાત અને નવો રસઘાત શરુ થાય છે. પહેલાની જેમ ગલિતાવશેષ ગુણશ્રેણિ ચાલુ છે. તેનો શેષસમયોમાં નિક્ષેપ થાય છે. અનિવૃત્તિકરણનો પહેલો સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. તેમાં પણ જઘન્ય સ્થિતિખંડ કરતા ઉત્કૃષ્ટ સ્થિતિખંડ સંખ્યાતગુણ નહીં પણ સંખ્યાતમા ભાગ અધિક પ્રમાણવાળો છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે કે - “પઢમતિથંડયે વિસકં ગઈકાલે સાયં સંરક્તમાકુત્તર ' - ભાગ-૧૪, પાના નં. 180. અનિવૃત્તિકરણનો પ્રથમ સ્થિતિખંડ પૂર્ણ થતા જ અનિવૃત્તિકરણમાં એક સાથે પ્રવેશ કરેલ સર્વજીવોની સ્થિતિસત્તા સમાન થઈ જાય છે. એટલે એક સાથે પ્રવેશ કરેલ જીવોના બીજા વગેરે સ્થિતિખંડો સમાન હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે-“પદ્ધવિંદ વ્રતને પટ્ટિવિટ્ટિિવસંતમં तुल्लं / ठिदिखंडयं पि सव्वस्स अणियट्टिपविट्ठस्स विदियट्ठिदिखंडयादो विदियट्ठिदिखंडयं तुल्लं / तदोप्पहुडि તવિયારો તરવયં તુદ્ધ ' - ભાગ-૧૪, પાના નં. 181. અનિવૃત્તિકરણના પ્રથમસમયથી સત્તાગત આઠે પ્રકૃતિના સર્વ કર્મદલિકોના અપ્રશસ્તોપશમના (દશોપશમના), નિધત્તિ અને નિકાચનાનો વિચ્છેદ થાય છે, એટલે એ સર્વકર્મદલિકો યથાસંભવ ઉદય, સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તનાને યોગ્ય થાય છે. 1. “અપૂર્વકરણના પ્રથમસમયના સ્થિતિબંધ, સ્થિતિસત્તા અને સ્થિતિખંડ કરતા ચરમસમયના સ્થિતિબંધાદિ સંખ્યાતગુણહીન છે” એમ ક્ષપણાસારમાં કહ્યું છે. - ‘મારે વિજ્ઞાઈ વિવાદો પહાદુ વમવિલંત વિવંધો य अपुव्वे होदि हु संखेज्जगुणहीणो // 406 // '