________________ 330 ક્ષીણમોહવીતરાગ૭ધસ્થ ગુણસ્થાનક ભિન્ન-ભિન્ન વેદોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ અંતરકરણ નપુંસકવેદ સ્ત્રીવેદ હાસ્ય 6 અને પુરુષવેદ - સમય ન્યૂન બે આવલિકા ક્રિયાકાળ ક્ષપણા ક્ષપણા ક્ષપણા માં બંધાયેલ પુરુષવેદનું 4 દલિક બાકી, શેષ સર્વનો ક્ષય પુરુષવેદોદયે શ્રેણિ માંડનાર સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર અંતરકરણ ક્રિયાકાળ - નપુંસકવેદ ક્ષપણા સ્ત્રીવેદ ક્ષપણા હાસ્ય 6 અને પુરુષવેદ r સાત નોકષાયનો - લપણા ___ _સર્વથા ક્ષય નપુંસકવેદ ક્ષપણા નપુસંકવેદ - સાત નોકષાયનો અને સ્ત્રીવેદ હાસ્ય 6 અને પુરુષવેદ | સર્વથા ક્ષય ક્ષપણા ક્ષપણા અંતરકરણ નપુંસકવેદોદયે ક્રિયાકાળ શ્રેણિ માંડનાર - -= પ્રથમસ્થિતિ (0) ક્ષીણમોહવીતરાગછઘ0 ગુણસ્થાનક આમ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી ત્યાર પછીના સમયે જીવ ક્ષીણમોહવીતરાગછદ્મસ્થ નામના બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે માત્ર સાતવેદનીયકર્મનો બંધ થાય છે, શેષ એક પણ પ્રકૃતિ અહીં બંધાતી નથી. પ્રતિસમય બંધાતુ સતાવેદનીય પણ પછીના સમયે ભોગવાઈ જાય છે. આ ગુણસ્થાનકે સ્થિતિ અને રસ બંધાતો નથી, કેમકે કષાયનો અભાવ છે. મોહનીય સિવાયના શેષ કર્મોના સ્થિતિઘાત, રસધાત તથા ગુણશ્રેણિ ચાલુ છે. ગુણશ્રેણિઆયામ પૂર્વેની સૂક્ષ્મસંપરાની ગુણશ્રેણિના આયામ કરતા સંખ્યાતગુણહીન છે. સૂક્ષ્મસંપરાના અંતિમ સમયે ગુણશ્રેણિની નિર્જરા માટે અપકૃષ્ટદલિકો કરતા ક્ષીણમોહવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનકના પ્રથમ સમયે અસંખ્ય ગુણ દલિકનું અપકર્ષણ કરે છે. ક્ષીણમોહવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનકનો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણાદિત્રણ ઘાતકર્મોનો ચરમ સ્થિતિઘાત થાય છે. તે વખતે ક્ષીણમોહ ગુણસ્થાનકના શેષ કાળ જેટલી ત્રણ ઘાતકર્મોની સ્થિતિ રાખી શેષ સર્વ સ્થિતિનો ઘાત કરે છે. ત્યાર પછી ત્રણ ઘાતકર્મોનો સ્થિતિઘાત થતો નથી. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી શેષ સ્થિતિને ઉદય-ઉદીરણા દ્વારા અનુભવે છે. બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણાવિચ્છેદ થાય છે. શેષ આવલિકાને ઉદય દ્વારા ભોગવે છે. 1. અહીં જો કે ચરમ સ્થિતિઘાતનું વિશેષ સ્વરૂપ બતાવ્યું નથી, પરંતુ સૂક્ષ્મસંપાયની માફક ચરમ સ્થિતિખંડનો ઘાત કરતા ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગનો પણ સાથે ઘાત કરી એના દલિકોનો ત્યાં કહ્યું છે એ ક્રમે ત્રણ સ્થાનોમાં નિક્ષેપ થતો હોય તેમ સંભવે છે.