________________ પશ્ચિમસ્કંધ અર્થાધિકાર 331 બારમાં ગુણસ્થાનકના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાનો ઉદયવિચ્છેદ અને સત્તાવિચ્છેદ (ક્ષય) થાય છે. બારમાં ગુણસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4 અને અંતરાય 5 - આ 14 પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ અને સત્તાવિચ્છેદ (ક્ષય) થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે જ સમયે (બારમા ગુણસ્થાનકના ચરમ સમયે) અને વ્યવહારનયની અપેક્ષાએ પછીના સમયે (તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે) કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. (9) પશ્ચિમસ્કંધ અધિકાર આ ગ્રંથમાં બે અર્થાધિકારોનું વર્ણન કરવાનું હતું - ક્ષપકશ્રેણિ અર્થાધિકાર અને પશ્ચિમસ્કંધ અર્થાધિકાર. તેમાંથી ક્ષપકશ્રેણિ અર્થાધિકારનું વર્ણન પૂર્ણ થયું. હવે પશ્ચિમસ્કંધ અર્થાધિકારનું વર્ણન કરાય છે. પશ્ચિમસ્કંધ એટલે છેલ્લો સ્કંધ. ઘાતકર્મોના ક્ષય પછી ચાર અઘાતી કર્મો બાકી રહે છે તે પશ્ચિમસ્કંધ. તેની પ્રરૂપણા કરનાર હોવાથી આ અધિકાર પશ્ચિમસ્કંધ અધિકાર કહેવાય છે. અથવા ઔદારિક-વૈક્રિયઆહારક-તૈજસ-કાશ્મણ શરીરોને સ્કંધ કહેવાય. પશ્ચિમસ્કંધ એટલે છેલ્લે થનાર શરીર. અનાદિસંસારમાં જીવ ઘણા સ્કંધો ગ્રહણ કરે છે અને મૂકે છે. જે સ્કંધને પામીને અસાધારણ જ્ઞાન-દર્શન-ચારિત્રના બળવાળો થયેલો જીવ ફરીને અન્ય સ્કંધને ગ્રહણ ન કરે તે પશ્ચિમસ્કંધ. તેનું નિરૂપણ કરનાર અધિકાર તે પશ્ચિમસ્કંધ અધિકાર. આવશ્યકપૂર્ણિમાં કહ્યું છે - “મથ વિમર્દ શમન્ય તિ પ્રન્ને વ્યારથી તે - औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि स्कन्ध इत्याचक्ष्महे, पश्चिमशरीरं पश्चिमभव इति यावदुक्तं स्यात् तावदिदं पश्चिमस्कन्ध इति, कथम् ? इह यस्मादयमनादौ संसारे परिभ्रमन् स्कन्धान्तराणि भूयांसि गृह्णाति मुञ्चति च, तस्माद्यमवाप्य स्कन्धमाविर्भूतासाधारणज्ञानदर्शनचारित्रबलः भूयः स्कन्धान्तरमन्यदात्मा નોપાવજો ન પમન્ય તિ શબ્દને ' - આવશ્યકચૂર્ણિ, 9/67/953, પાના નં. 497. પશ્ચિમસ્કંધ અધિકારમાં બે અધિકાર છે - (1) સયોગી કેવળી ગુણસ્થાનક, (2) અયોગી કેવળી ગુણસ્થાનક. . (1) સયોગી કેવળી ગુણસ્થાનક ઘાતીચતુષ્કના નાશથી કેવળજ્ઞાની ભગવંતને અનંતચતુષ્કની પ્રાપ્તિ થઇ હોય છે. અનંતચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર (સ્વભાવમાં રહેવું તે) અને અનંત શક્તિ (દાન-લાભ વગેરે) સયોગી કેવળી ભગવંતને ત્રણ પ્રકારના યોગની પ્રવૃત્તિ હોય છે. મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તરાદિ દેવોએ મનથી પૂછેલા પ્રશ્નના સયોગી કેવળી ભગવંત મનથી જવાબ આપે છે તે મનોયોગની પ્રવૃત્તિ. મન:પર્યવજ્ઞાની અને અનુત્તરાદિ દેવો સયોગી કેવળી ભગવંતે ગ્રહણ કરેલ મનોદ્રવ્યને મન:પર્યવજ્ઞાનથી કે અવધિજ્ઞાનથી જુએ છે. તે મનોદ્રવ્યના વિવક્ષિત આકાર ઉપરથી તેઓ પોતે પૂછેલા પ્રશ્નના જવાબરૂપ પદાર્થને જાણે છે. ધર્મદેશના વગેરેમાં વચનયોગની પ્રવૃત્તિ હોય છે. ઉન્મેષ-નિમેષ, આહાર, વિહાર, નિહાર વગેરેમાં કાયયોગની પ્રવૃત્તિ હોય છે. આ ત્રણ પ્રકારના યોગની સાથે વર્તતા કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે સયોગી કેવળી ગુણસ્થાનક.