________________ ભિન્ન-ભિન્નકષાયોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ 329 અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે, કેમકે જે કષાય અને વેદના ઉદયે શ્રેણિ માંડે તેની પ્રથમસ્થિતિ અંતર્મુહુર્ત પ્રમાણ થાય છે, શેષ કષાય અને વેદની પ્રથમસ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે. પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારને જેટલો નપુંસકવેદ અને સ્ત્રીવેદબનો ભેગો ક્ષપણાકાળ છે તેટલી સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ છે, અર્થાત્ પુરુષવેદોદયે શ્રેણિ માંડનારને અંતરકરણ પૂર્ણ થયા પછી સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યાં સુધીનો જેટલો કાળ છે તેટલી સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ છે. પુરુષવેદોદયે શ્રેણિ માંડનાર જે કાળમાં નપુંસકવેદનો ક્ષય કરે છે તે કાળમાં સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર પણ નપુંસકવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી પુરુષવેદોદયે શ્રેણિ માંડનાર જે કાળમાં સ્ત્રીવેદને ખપાવે છે તે કાળમાં સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર પણ સ્ત્રીવેદને ખપાવે છે. ત્યાર પછી પુરુષવેદોદયે શ્રેણિ માંડનાર જે કાળમાં પુરુષવેદના ઉદય સાથે સાત નોકષાયનો (સમય ન્યૂન 2 આવલિકામાં બંધાયેલ પુરુષવેદના દલિક સિવાય) ક્ષય કરે છે તે કાળમાં સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર અવેદકપણામાં સાતે નોકષાયોનો ક્ષય કરે છે. પુરુષવેદોદયે શ્રેણી માંડનારને ચરમ સમયે પુરુષવેદનું સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલુ દલિક અવશેષ રહે છે તેમ સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને પુરુષવેદનું બંધાયેલ દલિક અવશેષ રહેતુ નથી, કેમકે એને અવેદનપણામાં પુરુષવેદનો બંધ થતો નથી. ત્યાર પછી ઉપર અશ્વકર્ણકરણાદ્ધા વગેરેમાં પુરુષવેદોદયે શ્રેણી માંડનાર જીવની જેમ સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર જીવને પણ સમજી લેવું. નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - અંતરકરણ સુધી પુરુષવેદોદયે શ્રેણિ માંડનારની જેમ સમજવું. ત્યાર પછી પુરુષવેદની અને સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે, નપુંસકવેદની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારની સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ જેટલી હોય અંતરકરણ પૂર્ણ થયા પછી નપુંસકવેદનો ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. પુરુષવેદોદયે શ્રેણિ માંડનાર કે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનાર જીવને જેટલા કાળે નપુંસકવેદનો ક્ષય થાય છે તેટલા કાળ સુધી નપુંસકવેદોદયે શ્રેણિ માંડનાર જીવ પણ નપુંસકવેદને ખપાવે છે, પરંતુ તેટલા કાળમાં નપુંસકવેદનો સર્વથા ક્ષય થતો નથી. ત્યાર પછીના સમયથી સ્ત્રીવેદની ક્ષપણાનો પણ પ્રારંભ કરે છે. તે વખતે નપુંસકવેદની ક્ષપણા પણ ચાલે છે. પુરુષવેદોદયે શ્રેણિ માંડનારને કે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારને જ્યાં સ્ત્રીવેદનો ક્ષય થઇ જાય છે ત્યાં નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને નપુંસકવેદ અને સ્ત્રીવેદબન્નેનો એક સાથે ક્ષય થાય છે. ત્યાર પછી અવેદી એવો તે સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારની જેમ સાત નોકષાયનો ક્ષય કરે છે. અહીં પણ પુરુષવેદનો બંધ ન હોવાથી સાતે નોકષાયનો એક સાથે ક્ષય થઈ જાય છે. પુરુષવેદોદયે શ્રેણિ માંડનારને ચરમ સમયે જેમ સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલુ દલિક શેષ રહે છે તેમ નપુંસકવેદોદયે શ્રેણિ માંડનારને રહેતું નથી. ત્યાર પછીનો બધો વિધિ પુરુષવેદોદયે શ્રેણિ માંડનારની માફક જાણી લેવો. 22