________________ 328 ભિન્ન-ભિન્નકષાયોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ અશ્વકર્ણકરણોદ્ધા હોય છે. ત્યાં સંજવલન માયા અને સંજવલન લોભના અપૂર્વસ્પર્ધકો કરે છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનમાનક્ષપણાદ્ધા હોય છે ત્યાં સંજવલનમાયોદયે શ્રેણિ માંડનારને કિટ્ટિકરણોદ્ધા હોય છે. સંજવલન ક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનમાયાક્ષપણાદ્ધા હોય છે ત્યાં સંજવલનમાયોદયે શ્રેણિ માંડનારને પણ સંજવલન માયાક્ષપણાદ્ધા હોય છે. ત્યાર પછી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને જે વિધિ કહ્યો છે તે જ સંજવલનમાયોદયે શ્રેણિ માંડનાર માટે જાણવો. સંજ્વલનલોભોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - અંતરકરણક્રિયાકાળ સુધી સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારની જેમ જાણવુ. અહીં સંજવલન ક્રોધ, સંજવલન માન, સંજવલન માયાની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે. અંતરકરણ કર્યા પછી સંજવલન લોભની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તે સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારની સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ કરતા સંજવલનક્રોધક્ષપણાકાળ, સંજવલનમાનક્ષપણાકાળ અને સંજવલનમાયાક્ષપણાકાળ જેટલી અધિક છે, અથવા સંજવલનમાનોદયે શ્રેણિ માંડનારની સંજવલન માનની પ્રથમ સ્થિતિથી સંજવલનમાનક્ષપણાકાળ અને સંજવલનમાયાક્ષપણાકાળ જેટલી અધિક છે, અથવા સંજવલનમાયોદયે શ્રેણિ માંડનારની સંજવલન માયાની પ્રથમસ્થિતિ કરતા સંજવલનમાયાક્ષપણાકાળ જેટલી અધિક છે. સંજવલન ક્રોધોદયે શ્રેણિ માંડનારને અશ્વકર્ણકરણાદ્ધા હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનાર સંજવલન ક્રોધનો ક્ષય કરે છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને કિટ્ટિકરણોદ્ધા હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનાર સંજવલન માનનો ક્ષય કરે છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનક્રોધક્ષપણાકાળ હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનાર સંજવલન માયાનો ક્ષય કરે છે. સંજવલન ક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનમાનક્ષપણાકાળ હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનારને અશ્વકર્ણકરણાદ્ધા હોય છે. સંજવલન ક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનમાયાપણાકાળ હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનારને કિટ્ટિકરણોદ્ધા હોય છે. સંજવલનક્રોધોદયે શ્રેણિ માંડનારને સંજવલનલોભક્ષપણાકાળ હોય છે ત્યાં સંજવલનલોભોદયે શ્રેણિ માંડનારને પણ સંજવલનલોભક્ષપણાકાળ હોય છે. પુરુષવેદના ઉદયની સાથે આ ચારે કષાયોના ઉદયે શ્રેણિ માંડનારની પ્રરૂપણા કરી. ભિન્ન-ભિન્ન વેદોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - પુરુષવેદના ઉદયે શ્રેણિ માંડનારનો પણવિધિ બતાવ્યો. હવે સ્ત્રીવેદના ઉદયે અને નપુંસકવેદના ઉદયે શ્રેણિ માંડનારને જે ફેર આવે છે, તે બતાવાય છે. સ્ત્રીવેદોદયે શ્રેણિ માંડનારનું નાનાત્વ - અંતરકરણ સુધી પુરુષવેદોદયે શ્રેણિ માંડનારની જેમ જાણવુ. ત્યાર પછી નપુંસકવેદની અને પુરુષવેદની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ થાય છે, સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ