________________ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક 321 સ્થિતિના પ્રથમ નિષેકમાં દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ છે. (દીયમાન દ્રવ્ય સંખ્યાતગુણહીન હોવા છતાં પૂર્વેનું સત્તાગત દ્રવ્ય ભેગુ થતા દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ થાય છે.) ત્યાર પછી અંતિમ નિષેક સુધી ઉત્તરોત્તર નિષેકમાં દશ્યમાન દ્રવ્ય વિશેષહીન છે. સૂક્ષ્મસંઘરાયના પ્રથમ સ્થિતિખંડના દ્વિચરમ સમય સુધી દરેક સમયે દશ્યમાનદ્રવ્યનો આ જ ક્રમ રહે છે. સૂક્ષ્મસંપાયના પ્રથમ સ્થિતિખંડના ચરમ સમયે સ્થિતિખંડના અવશેષ સર્વદ્રવ્યનો તે સ્થિતિખંડની નીચે પૂર્વે કહેલા ક્રમે નિક્ષેપ થાય છે. અંતરાયામથી સ્થિતિખંડનો આયામ સંખ્યાતગુણ હોવાથી ચરમ સમયે દશ્યમાન દ્રવ્ય અંતરાયામના પ્રથમ સમયથી સત્તાગતસ્થિતિના ચરમ સમય સુધી વિશેષહીનના ક્રમે એટલે કે ગોપુચ્છાકાર થઇ જાય છે. પ્રથમ સ્થિતિખંડના ચરમસમયે દશ્યમાન દ્રવ્યનો ક્રમ આ પ્રમાણે છેઉદયસમયમાં થોડું બીજા નિષેકમાં અસંખ્ય ગુણ. એમ ગુણશ્રેણીશીર્ષની પછીના નિષેક સુધી એટલે કે અંતરાયામના પ્રથમ નિષેક સુધી ઉત્તરોત્તર નિષેકમાં દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ છે. ત્યાર પછી સત્તાગતસ્થિતિના ચરમ સમય સુધી ઉત્તરોત્તર નિષેકમાં દશ્યમાન દ્રવ્ય વિશેષહીન છે. આમ પ્રથમ સ્થિતિખંડ પૂર્ણ થતા અંતરાયામ પૂરાઇ જાય છે અને ગુણશ્રેણી સિવાય સર્વ નિષેકોમાં દેશ્યમાનદ્રવ્યનું એક ગોપુચ્છ થઇ જાય છે. અહીં અંતર કરતા સ્થિતિખંડ સંખ્યાતગુણ હોવાથી અંતર પૂરાઇ જાય છે. જો સ્થિતિખંડ કરતા અંતર સંખ્યાતગુણ હોય તો એક સ્થિતિખંડ દ્વારા અંતર પૂરાઇ ન શકત. માટે અંતર કરતા સ્થિતિખંડ સંખ્યાતગુણ છે. આ બતાવવા અલ્પબદુત્વ કહે છે - 1) સૂક્ષ્મસંપરીયાદ્ધા સૌથી અલ્પ છે. 2) તેના કરતા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે સૂક્ષ્મલોભનો ગુણશ્રેણિ આયામ વિશેષાધિક 3) તેના કરતા અંતરસ્થિતિ સંખ્યાતગુણ છે. 4) તેના કરતા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે મોહનીયનો પ્રથમ સ્થિતિખંડ સંખ્યાતગુણ છે. 5) તેના કરતા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે મોહનીયની સ્થિતિસત્તા સંખ્યાતગુણ છે. બીજો સ્થિતિખંડ - પ્રથમ સ્થિતિખંડનો ઘાત કર્યા પછી બીજા સ્થિતિખંડનો ઘાત કરે છે. તેના પ્રથમ સમયે જે દ્રવ્ય અપકર્ષણ થાય છે તેનો ઉદયસમયથી ગુણશ્રેણીના શીર્ષ સુધી ઉત્તરોત્તર અસંખ્યગુણના ક્રમે નિક્ષેપ થાય છે. ગુણશ્રેણિશીર્ષની ઉપરના નિષેકમાં ગુણશ્રેણિશીર્ષ કરતા અસંખ્યગુણ દલનિક્ષેપ થાય છે.