________________ 320 સૂમસંપરાય ગુણસ્થાનક સ્થિતિઓમાંથી પણ દલિકો ખેંચે છે અને તે સર્વ પ્રદેશોને લઈને આ રીતે ગોઠવે છે. ગુણશ્રેણિઆયામ સૂક્ષ્મસંઘરાયોદ્ધાથી અધિકકાળ જેટલો છે. ગુણશ્રેણિશીર્ષની ઉપરના સમયમાં જયાં અંતર હતુ ત્યાં અંતરના પ્રથમ સમયમાં ગુણશ્રેણિશીર્ષ કરતા અસંખ્યગુણ દલિક નાંખે છે. ત્યાર પછી પૂર્વસમયે જે અંતર હતુ તેના ચરમ સમય સુધી ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન દલિક નાંખે છે. ત્યાર પછી પૂર્વસમયે જે બીજી સ્થિતિનો પ્રથમ નિષેક હતો તેમાં સંખ્યાતગુણહીન દલિક નાંખે છે. ત્યાર પછી અંતિમ નિષેક સુધી ઉત્તરોત્તર નિષેકોમાં વિશેષહીનના ક્રમે દલિકનિક્ષેપ થાય છે. પ્રથમ સમયે આ રીતે દલનિક્ષેપ કરે છે. ત્યાર પછી પ્રથમ સ્થિતિખંડના ચરમ સમય સુધી ઉત્તરોત્તર સમયે એ જ રીતે દલપ્રક્ષેપ થાય છે. પરંતુ ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દ્રવ્યનું અપકર્ષણ થાય છે? દલનિક્ષેપક્રમ (ક્ષપણાસારમાંથી) - અપકર્ષણ કરેલા દ્રવ્યને પલ્યોપમના અસંખ્યતમા ભાગથી ભાગી | બીજી સ્થિતિ એક ભાગ જેટલા દ્રવ્યનો ગુણશ્રેણિઆયામમાં નિક્ષેપ થાય છે. અવશેષ બહુભાગ જેટલા દ્રવ્યને " અંતર સ્થિતિ થી ભાગી જે એક ભાગ આવે છે તેથી સંખ્યાતગુણ દ્રવ્ય અંતરમાં નંખાય છે અને અવશેષ સર્વ દ્રવ્ય , બીજી સ્થિતિ અતિસ્થાપનાવલિકાહીન બીજી સ્થિતિના સર્વનિષેકોમાં નંખાય છે. અહીં બહુભાગદ્રવ્યને અંતર સ્થિતિ થી ભાગી જે એક ભાગ આવે તેથી સંખ્યાતગુણ દ્રવ્ય અંતરમાં નાંખવાનું કારણ એ છે કે જો એક કે બે ગુણ નાંખે તો અંતરના ચરમ નિષેક કરતા બીજી સ્થિતિના પ્રથમ નિષેકમાં સંખ્યાતગુણહીન દ્રવ્ય ન આવે, પરંતુ સંખ્યાતગુણ નાંખે તો જ અંતરના ચરમ નિષેક કરતા બીજી સ્થિતિના પ્રથમ નિષેકમાં સંખ્યાતગુણહીન દ્રવ્ય બીજી સ્થિતિ જ થી ભાગી જે એક ભાગ આવે તેથી સંખ્યાતગુણ દ્રવ્ય અંતરમાં નાંખવાનું કહ્યું છે. દશ્યમાન દ્રવ્ય- સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના પ્રથમ સમયે દશ્યમાન દ્રવ્ય ઉદયસમયમાં થોડુ છે, બીજા નિષેકમાં અસંખ્યગુણ છે, એમ ગુણશ્રેણિશીર્ષ પછીના અંતરઆયામના પ્રથમ સમય સુધી ઉત્તરોત્તર સમયે દશ્યમાન દ્રવ્ય અસંખ્યગુણ છે. ત્યાર પછી પૂર્વસમયના અંતરની ચરમસ્થિતિ સુધી ઉત્તરોત્તર સમયે દશ્યમાન દ્રવ્ય વિશેષહીન છે. અહીં સુધી દશ્યમાન દ્રવ્યનો ક્રમ દીયમાન દ્રવ્યના ક્રમની સમાન છે. ત્યાર પછી બીજી 1. સ્થિતિકંડકમાંથી પ્રતિસમયે જે દલિકોનું અપકર્ષણ થાય છે તેને ફાલિદ્રવ્ય કહેવાય છે. સર્વસ્થિતિમાંથી જે દ્રવ્ય અપકર્ષણ કરી લેવાય છે તે અપકૃષ્ટદ્રવ્ય કહેવાય છે. કંડકની પ્રથમ વગેરે ફાલિના પતનસમયે અપકૃષ્ટદ્રવ્ય ઘણુ હોય છે અને ફાલિદ્રવ્ય થોડુ હોય છે. અંતિમ ફાલિના પતનસમયે અપકૃષ્ટ દ્રવ્ય થોડુ હોય છે અને ફાલિદ્રવ્ય ઘણુ હોય છે. અંતિમ સમયે કંડકના અસંખ્યાતા બહુભાગ જેટલા દ્રવ્યનું એટલે મોહનીયના સત્તાગત દલિકના સંખ્યાતમાં ભાગ સ્ટલા દલિકને અપકર્ષણ થાય છે અને પૂર્વે કહેલા ક્રમ મુજબ તેનો નિક્ષેપ થાય છે. ચરમસમયનું અપદ્રવ્ય સર્વદ્રવ્યના સંખ્યામાં ભાગ જેટલું છે. આવે. માટે બહુભાગદ્રવ્યને અંતર સ્થિતિ