________________ 302 કિટ્ટિકરણાદ્ધા અહીં કેટલી પૂર્વ કિટિઓના આંતરે અપૂર્વકિષ્ટિઓ થાય છે તે પૂર્વે જણાવ્યુ છે. સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમકિટ્ટિમાં અપાતા દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની પ્રથમ કિષ્ટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. ત્યાર પછી બંધની જઘન્ય પૂર્વકિટ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. બંધની જઘન્ય પૂર્વકિટ્ટિથી માંડીને જ્યાં સુધી બંધની પ્રથમ અપૂર્વકિટ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પણ ઉત્તરોત્તર કિટ્ટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. પરંતુ અહીં બંધ અને ઘાત બન્નેનું દ્રવ્ય અપાય છે. તેથી ઘાતનું દ્રવ્ય જે આપવુ જોઈએ તેમાં પણ એક અનંતમો ભાગ ઓછો આપે છે. બંધાતા દ્રવ્યમાંથી તે અનંતમાં ભાગ જેટલું દ્રવ્ય અપાય છે. (તેથી દશ્યમાન દ્રવ્ય તો ગોપુચ્છાકારે રહે છે.) બંધાતી અપૂર્વકિષ્ટિમાં તેની પૂર્વેની પૂર્વકિટ્ટિમાં આપેલ બંધદ્રવ્ય અને સંક્રમદ્રવ્ય કરતા અસંખ્ય ગુણ દ્રવ્ય અપાય છે. અહીં ઘાતદ્રવ્ય બિલકુલ અપાતુ નથી. તેથી પૂર્વેની પૂર્વકિષ્ટિમાં અપાયેલ બંધદ્રવ્ય કરતા અહીં અપાતુ બંધદ્રવ્ય અનંતગુણ છે. ત્યાર પછી આવતી બંધપૂર્વકિટ્ટિમાં બંધદ્રવ્ય અને સંક્રમદ્રવ્ય બન્ને પ્રકારનું દ્રવ્ય અપાય છે. તે બન્ને પ્રકારનું સમુદિત દ્રવ્ય પૂર્વેની અપૂર્વકિટ્ટિમાં અપાતા દ્રવ્ય કરતા અસંખ્યાતમા ભાગે છે. તેમાં બંધદ્રવ્ય પૂર્વેની અપૂર્વકિટ્ટિના બંધદ્રવ્ય કરતા અનંતમા ભાગે છે. ત્યાર પછીની બંધપૂર્વકિટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. આમ આ ક્રમે બંધની ઉત્કૃષ્ટ પૂર્વકિષ્ટિ સુધી દ્રવ્ય અપાય છે. અહીં પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ જેટલી કિઠ્ઠિઓના આંતરે એક-એક બંધઅપૂર્વકિષ્ટિ પ્રાપ્ત થાય છે. બંધની ઉત્કૃષ્ટ પૂર્વકિટ્ટિ પછી ઉપરની જે બંધને અયોગ્ય કિઠ્ઠિઓ છે તેમાં દ્રવ્યનિક્ષેપ શરુઆતની કિઠ્ઠિઓની જેમ સમજવો, એટલે કે બંધની ઉત્કૃષ્ટ કિટ્ટિ પછીની બંધને અયોગ્ય પ્રથમ પૂર્વકિટ્ટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. અહીં બંધદ્રવ્ય અપાતુ નથી. તેથી ઘાતદ્રવ્યમાંથી જે અનંતમા ભાગ જેટલુ દ્રવ્ય ઘટાડતા હતા તે ન ઘટાડવું. ત્યાર પછી બીજી કિટ્રિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. એમ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની અંતિમ કિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિષ્ટિમાં વિશેષહીન (અનંતમો ભાગ ન્યૂન) દ્રવ્ય અપાય છે. મધ્યમખંડ વગેરે વિધાનપૂર્વક ઉપર કહેલ દીયમાન દ્રવ્યની વિશેષ વિચારણા - સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની વેદનાદ્ધાના પ્રથમ સમયે 1) બીજી સંગ્રહકિટ્ટિમાંથી ત્રીજી સંગ્રહકિટ્ટિમાં દ્રવ્ય સંક્રમે છે. 2) બીજી સંગ્રહકિટ્રિમાંથી સૂક્ષ્મકિઠ્ઠિઓ થાય છે. 3) ત્રીજી સંગ્રહકિટ્ટિમાંથી સૂક્ષ્મકિઠ્ઠિઓ થાય છે. 4) બન્ને સંગ્રહકિટ્ટિના અગ્રભાગથી અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓનો પ્રતિસમય નાશ થાય છે. 5) બીજી સંગ્રહકિષ્ટિની જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ છોડી શેષ કિઠ્ઠિઓનો બંધ થાય છે. પ્રશ્ન - અહીં બન્ને સંગ્રહકિઠ્ઠિઓની નીચે અપૂર્વઅધસ્તનકિઠ્ઠિઓ થાય છે કે નહીં?