________________ 301 કિટ્ટિવેદનાદ્ધા તેના કરતા ત્રીજી સૂક્ષ્મકિટ્ટિમાં પ્રદેશો વિશેષહીન (અનંતમો ભાગ હીન) અપાય છે. એમ પ્રથમ સમયની ચરમ સૂક્ષ્મકિષ્ટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિષ્ટિમાં વિશેષહીન પ્રદેશો અપાય છે. અહીં બાદરકિટ્ટિમાં પણ બંધ અને સંક્રમથી અપૂર્વકિઠ્ઠિઓ થાય છે. તેમાં દ્રવ્યનિક્ષેપ ગ્રંથકારે બતાવ્યો નથી. અન્ય ગ્રન્થોમાંથી અહીં સર્વદ્રવ્યનિક્ષેપવિધિ બતાવીએ છીએ. સૂક્ષ્મકિષ્ટિકરણાદ્ધાના પ્રથમસમયે જઘન્ય સૂક્ષ્મકિટ્ટિમાં ઘણુ દ્રવ્ય અપાય છે. બીજી સૂક્ષ્મકિટ્ટિમાં તેના કરતા વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. ત્રીજી સૂક્ષ્મકિટ્રિમાં તેના કરતા વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. એમ ચરમ સૂક્ષ્મકિષ્ટિ સુધી ઉત્તરોત્તર સૂક્ષ્મકિષ્ટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. ત્યાર પછી પ્રથમ બાદરકિટ્ટિમાં એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય કિટ્ટિમાં અસંખ્યગુણહીન દ્રવ્ય અપાય છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની બીજી કિટ્રિમાં વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની ત્રીજી કિટ્રિમાં વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. એમ યાવત્ અપૂર્વઅંતરકિષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એટલે પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ જેટલી કિઠ્ઠિઓ સુધી ઉત્તરોત્તર કિટિમાં વિશેષહીન દ્રવ્ય અપાય છે. ત્યાર પછી અપૂર્વકિટ્રિમાં અસંખ્યગુણ દ્રવ્ય અપાય છે. પ્રથમ અપૂર્વઅંતરકિટ્ટિમાં અપાતા દ્રવ્ય કરતા ત્યાર પછીની પ્રથમ પૂર્વકિટ્ટિમાં અસંખ્યગુણહીન દ્રવ્ય અપાય છે. ત્યાર પછી અસંખ્ય (પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલી) પૂર્વકિટ્ટિમાં ઉત્તરોત્તર વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. ત્યાર પછી આવતી અપૂર્વઅંતરકિષ્ટિમાં અસંખ્યગુણ દ્રવ્ય અપાય છે. ત્યાર પછીની પૂર્વકિષ્ટિમાં અસંખ્ય ગુણહીન દ્રવ્ય અપાય છે. ત્યાર પછીની અસંખ્ય (પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ જેટલી) પૂર્વકિઠ્ઠિઓમાં વિશેષહીન (અનંતમો ભાગ હીન) દ્રવ્ય અપાય છે. એમ આ ક્રમે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમકિટ્ટિ સુધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓમાં દલિકનિક્ષેપ જાણવો.