________________ કિકિવેદનાળા 293 3) તેના કરતા સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિમાં અવાંતરકિષ્ટિઓ વિશેષાધિક છે. 4) તેના કરતા સંજવલન માયાની બીજી સંગ્રહકિષ્ટિમાં અવાંતરકિઢિઓ સંખ્યાતગુણ છે. સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની બે આવલિકા શેષ રહે ત્યારે આગાલ-પ્રયાગાલનો વિચ્છેદ થાય છે. સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે 1) સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્ટિની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. 2) સંજવલન માયાનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે, અર્થાત્ બંધનો અને ઉદયનો ચરમસમય થાય છે. 3) સંજવલન માયા-લોભનો સ્થિતિબંધ પંદર દિવસ પ્રમાણ થાય છે. 4) સંજવલન માયા-લોભની સ્થિતિસત્તા 1 વર્ષ પ્રમાણ થાય છે. 5) શેષ ત્રણ ઘાતી કર્મોનો સ્થિતિબંધ વર્ષપૃથક્ત પ્રમાણ થાય છે. 6) શેષ ત્રણ ઘાતી કર્મોની સ્થિતિસત્તા સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 7) ત્રણ અઘાતી કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. 8) ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા અસંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પ્રકૃતિ સ્થિતિબંધ સ્થિતિસત્તા સંજવલન બે 15 દિવસ 1 વર્ષ શેષ ઘાતી ત્રણ વર્ષપથર્વ | સંખ્યાતા હજાર વર્ષ અઘાતી ત્રણ સંખ્યાતા હજાર વર્ષ અસંખ્યાતા હજાર વર્ષ 9) સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિટ્રિના પ્રથમ સ્થિતિની ચરમાવલિકાના દલિક અને સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ દલિક સિવાયના શેષ દ્રવ્યનો નાશ થાય છે, એટલે કે યથાસંભવ અન્યત્ર સંક્રમી શેષ સર્વદ્રવ્ય સંજવલન માયાની બીજી સંગ્રહકિટ્ટિની નીચે અનંતગુણહીન રસવાળી અપૂર્વઅધસ્તનકિટ્ટિઓરૂપે પરિણમે છે. આમ થતા સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિનું સર્વદ્રવ્ય જે પૂર્વે હતુ તેના કરતા લગભગ 22 ગણુ થાય, કેમકે સંજવલન માયાની ત્રીજી સંગ્રહકિષ્ટિનું લગભગ 21 ગુણ દ્રવ્ય તેમાં આવ્યું. 1-2. ક્ષપણાસારની ગાથા ૫૬૧ની હિંદી ટીકામાં અહીં સંજવલન બેનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત ન્યૂન 15 દિવસ અને સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન 12 માસ પ્રમાણ કહ્યા છે, પરંતુ તે અશુદ્ધ લાગે છે, કેમકે કષાયપ્રાભૃતચૂર્ણિમાં અહીં સંજવલન બેનો સ્થિતિબંધ 15 દિવસ અને 1 વર્ષ કહ્યો છે - “તાથે માયા રિમામય ! તાપે હોદ્દે સંનન વિંધો તમારો દિવUો 1 વિસંતમને વર્લ્સ દિવUgi ' . ભાગ 15. પાના નં. 291. ક્ષપણાસાર મૂળગાથામાં પણ અહીં સંજવલન બેનો સ્થિતિબંધ 15 દિવસ અને સ્થિતિસત્તા 12 માસ કહી છે - 'તરિયામાથા પUUTRવારસ 2 દિવસમાસના રોë સંખનNTIU સિવિંધો ત ય સત્તો ય કદા'