________________ કિટ્ટિવેદનાદ્ધા 277 મધ્યમખંડદ્રવ્ય અને પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય એક ઉભયચયદ્રવ્યના અનંતમા ભાગ ન્યૂન જેટલું અપાય છે, કેમકે એક ઉભયચયદ્રવ્યના અનંતમા ભાગ જેટલુ દ્રવ્ય બંધદ્રવ્યમાંથી અપાય છે. બંધદ્રવ્યમાંથી એક બંધમધ્યમખંડદ્રવ્ય અને બંધ પૂર્વઅપૂર્વ બધી કિટિઓ પ્રમાણ બંધચય અપાય છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ બંધઅપૂર્વઅંતરકિટ્ટિ ન આવે ત્યાં સુધી ઉત્તરોત્તર કિટ્રિમાં બંધદ્રવ્યમાંથી એક-એક બંધમધ્યમખંડદ્રવ્ય અને એકોત્તર હાનિથી બંધચયો તથા સંક્રમદ્રવ્યમાંથી સંજ્વલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની જેમ દ્રવ્ય અપાય છે. ફરક એટલો છે કે ઉભયચયદ્રવ્ય 1 ઉભયચયના અનંતમા ભાગ જેટલુ ન્યૂન અપાય છે, કેમકે તેટલુ દ્રવ્ય બંધચયદ્રવ્ય અને બંધમધ્યમખંડદ્રવ્યરૂપે અપાય છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ બંધઅપૂર્વઅંતરકિટ્રિમાં બંધદ્રવ્યમાંથી એક બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય, પસાર થયેલી બધી પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ બંધઅપૂર્વઅંતરકિટ્રિચયો જેટલુ બંધઅપૂર્વઅંતરકિટ્ટિયદ્રવ્ય, સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિષ્ટિની પસાર થયેલી બંધપૂર્વકિઠ્ઠિઓ ન્યૂન સર્વ બંધ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ પ્રમાણ બંધચયો જેટલુ બંધચયદ્રવ્ય અને એક બંધમધ્યમખંડદ્રવ્ય અપાય છે. તેમાં સંક્રમદ્રવ્યમાંથી દ્રવ્ય નથી અપાતુ. આમ પૂર્વેની બંધપૂર્વકિટ્ટિમાં અપાતા બંધદ્રવ્ય કરતા આ પ્રથમ બંધઅપૂર્વઅંતરકિટ્ટિમાં અપાતુ બંધદ્રવ્ય અનંતગુણ છે, કેમકે બંધમધ્યમખંડદ્રવ્ય અને બંધચયદ્રવ્ય કરતા એક બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય અનંતગુણ છે. ત્યાર પછીની સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની બંધપૂર્વકિટ્ટિમાં સંક્રમદ્રવ્યમાંથી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ પૂર્વકિટ્ટિથી માંડીને પસાર થયેલ પૂર્વકિટ્ટિ પ્રમાણ અધતનશીર્ષીયો જેટલુ અધસ્તનશીર્ષીયદ્રવ્ય, એક ઉભયચયના અનંતમા ભાગ જેટલુ ન્યૂન પસાર થયેલી સર્વ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ કિઠ્ઠિઓ પ્રમાણ ઉભયચયો જેટલુ ઉભયચયદ્રવ્ય અને એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે, તથા બંધદ્રવ્યમાંથી એક બંધમધ્યમખંડદ્રવ્ય અને સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પસાર થયેલી બંધ પૂર્વઅપૂર્વ કિઠ્ઠિઓ ન્યૂન સર્વ બંધ પૂર્વ-અપૂર્વ કિઠ્ઠિઓ પ્રમાણ બંધચયો જેટલુ બંધચયદ્રવ્ય અપાય છે. આમ પૂર્વેની બંધઅપૂર્વઅંતરકિટ્ટિમાં અપાતા દ્રવ્ય કરતા આ બંધપૂર્વકિષ્ટિમાં અપાતુ બંધદ્રવ્ય અનંતગુણહીન છે, કેમકે બંધમધ્યમખંડદ્રવ્ય અને બંધચયદ્રવ્ય બંધઅપૂર્વઅંતરકિટિસમાનખંડદ્રવ્ય કરતા અનંતગુણહીન છે. ત્યાર પછી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ચરમ બંધપૂર્વકિટ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં સંક્રમદ્રવ્યમાંથી એકોત્તર હાનિથી ઉભયચયો, એકોત્તરવૃદ્ધિથી અધતનશીષચયો અને એક-એક મધ્યમખંડદ્રવ્ય અપાય છે, તથા બંધદ્રવ્યમાંથી એકોત્તરહાનિથી બંધચયો અને એક-એક બંધમધ્યમખંડદ્રવ્ય અપાય છે. જયાં જ્યાં સંક્રમદ્રવ્યમાંથી અપૂર્વકિટ્ટિની રચના થાય છે ત્યાં ત્યાં સંક્રમદ્રવ્યમાંથી અધસ્તનશીર્ષીયદ્રવ્યના સ્થાને અપૂર્વઅંતરકિટ્રિદ્રવ્ય અપાય છે. પલ્યોપમના અસંખ્ય પ્રથમ વર્ગમૂળ પ્રમાણ બંધપૂર્વકિઠ્ઠિઓ પસાર થયા પછી જ્યાં જ્યાં બંધદ્રવ્યમાંથી અપૂર્વકિઠ્ઠિઓ રચાય છે ત્યાં ત્યાં ઉભયચયદ્રવ્યના સ્થાને બંધદ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિટ્રિચયો અને અધસ્તનશીષચયદ્રવ્યના સ્થાને બંધદ્રવ્યમાંથી બંધઅપૂર્વઅંતરકિટ્ટિસમાનખંડદ્રવ્ય અપાય છે, ત્યાં સંક્રમદ્રવ્યમાંથી મધ્યમખંડદ્રવ્ય નથી અપાતુ.