________________ કિવેિદનાદ્ધા 265 પ્રથમ કિટ્ટિમાં એક અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિટ્ટિ પ્રમાણ ચય જેટલુ હીન દ્રવ્ય છે. કિઠ્ઠિઓના ઘાત પૂર્વે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની અંતિમ કિષ્ટિ કરતા બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં એક ચય ન્યૂન જેટલુ દ્રવ્ય હતુ. અગ્રકિટ્ટિઓનો ઘાત થયા પછી સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિના દ્રવ્ય કરતા સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં એક અધિક સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિષ્ટિની ઘાતકિષ્ટિ પ્રમાણ ચય જેટલું હીન દ્રવ્ય થાય છે. હવે સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્રિમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહફિટ્ટિની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી ગ્રહણ કરી ઉમેરીએ એટલે બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિ ત્રીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ કરતા એક ચય ન્યૂન દ્રવ્યવાળી થાય. ત્યાર પછી સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની બીજી કિટ્ટિમાં પણ તેટલું જ (ત્રીજી સંગ્રહકિટ્ટિમાંની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ) દ્રવ્ય ઉમેરીએ એટલે તેમાં પણ બીજી સંગ્રહકિટ્ટિની પ્રથમ કિષ્ટિ કરતા એક ચય ન્યૂન જેટલુ દ્રવ્ય થાય. એમ યાવતુ સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની અવશેષ કિટ્ટિની ચરમ કિટ્ટિ સુધી દરેક કિટ્ટિમાં તેટલુ જ દ્રવ્ય ઘાતદ્રવ્યમાંથી ઉમેરતા જઈએ એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિ અને બીજી સંગ્રહકિટ્ટિ વિષે એક ગોપુચ્છ થાય. અહીં દરેક કિટ્ટિમાં સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાયમાન કિઠ્ઠિઓ પ્રમાણ ચયનું દ્રવ્ય નંખાય છે અને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની અવશેષ સર્વ કિઠ્ઠિઓમાં દ્રવ્ય નંખાય છે. એટલે સંજવલન લોભની ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાત્યમાન કિઠ્ઠિઓ પ્રમાણ ચય દ્રવ્ય જેટલા પહોળા અને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછી અવશેષ કિઠ્ઠિઓ જેટલા લાંબા લંબચોરસ ક્ષેત્રની કલ્પના કરીએ. ઘાતદ્રવ્યમાંથી એ લંબચોરસ ક્ષેત્ર જેટલુદ્રવ્ય લઈએ અને સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિની ઘાત થયા પછીની બાકી રહેલ સર્વ કિઠ્ઠિઓમાં નાંખીએ એટલે સંજવલન લોભની ત્રીજી અને બીજી સંગ્રહકિટ્ટિ વચ્ચે એક ગોપુચ્છ થઈ જાય. હવે ઘાત થયા પછીની બીજી સંગ્રહકિટ્ટિની અંતિમ કિષ્ટિ કરતા પ્રથમ સંગ્રહકિષ્ટિની પ્રથમ કિટ્ટિમાં એક અધિક સંજવલન લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિટ્ટિ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય હીન થયું, કેમકે ઘાત પૂર્વે બીજી સંગ્રહકિટ્ટિની ચરમ કિટ્ટિ કરતા પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્ટિમાં એક ચય જેટલુ ન્યૂન દ્રવ્ય હતુ. હવે બીજી સંગ્રહકિષ્ટિના અગ્રભાગમાંથી કિઠ્ઠિઓનો ઘાત થયો એટલે એક અધિક તેટલી કિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય ન્યૂન થયું. ઉપરાંત સંજવલન લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓ વચ્ચે ગોપુચ્છ કરવા માટે પૂર્વે બીજી સંગ્રહકિટ્ટિની દરેક કિટ્ટિમાં ત્રીજી સંગ્રહકિટ્ટિની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય ઉમેર્યું હતું. એટલે અહીં સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્રિમાં સંજવલન લોભની બીજી સંગ્રહકિટ્ટિમાંની અંતિમ કિષ્ટિ કરતા એકાધિક સંજવલન લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓની ઘાતકિઠ્ઠિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય હીન થયું. હવે સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની ઘાત થયેલી કિટ્ટિઓનું જે સર્વઘાતદ્રવ્ય છે તેમાંથી સંજવલન લોભની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમ કિટ્રિમાં સંજવલન લોભની બીજી અને ત્રીજી સંગ્રહકિઠ્ઠિઓની ઘાતકિટ્ટિઓ પ્રમાણ ચય જેટલુ દ્રવ્ય નાંખીએ એટલે સંજવલન લોભની બીજી સંગ્રહકિષ્ટિની ચરમ કિષ્ટિ અને પ્રથમ 18