________________ 254 કિટ્ટિકરણાદ્ધા પ્રથમ સમયની કિકિઓનું અબદુત્વ ૧યંત્રમાં નીચેની (જઘન્ય રસવાળી) અનુભય કિઠ્ઠિઓ અલ્પ છે (કખ) તેના કરતા નીચેની (જઘન્ય રસવાળી) બંધઅયોગ્ય ઉદયયોગ્ય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. (ખગ) તેના કરતા ઉપરની (ઉત્કૃષ્ટ રસવાળી) અનુભય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. (છ) તેના કરતા ઉપરની (ઉત્કૃષ્ટ રસવાળી) બંધઅયોગ્ય ઉદયયોગ્ય કિઠ્ઠિઓ વિશેષાધિક છે. (ઘચ) તેના કરતા ઉભય કિઠ્ઠિઓ અસંખ્યગુણ છે (ગા) પ્રથમ સમયે અનુભયરૂપ કિઠ્ઠિઓ બંધ અને ઉદય બન્નેમાં હોતી નથી. ઉદયમાં નથી હોતી એનો અર્થ એ કે ઉદયસમયગત તે તે કિઠ્ઠિઓનો રસ મધ્યમ કિઠ્ઠિઓ (ઉદયવાળી કિઠ્ઠિઓ) ના રસ રૂપ થઈ અનુભવાય છે, બાકી દલિકો તો સર્વકિઓિના ઉદયમાં હોય છે. એવી રીતે ઉત્તરોત્તર સમયમાં પણ જે કિક્રિઓના ઉદયનો અભાવ બતાવ્યો છે તેના ઉદયસમયગત દલિકો મધ્યમ કિઠ્ઠિઓ જે ઉદયમાં છે તદ્રુપે પરિણમીને ભોગવાઈ જાય છે. પ્રથમ સમયે નીચેની કિઓિમાં જે કેવળ ઉદયયોગ્ય (બંધ રહિત) હતી તે બધી જ બીજા સમયે ઉભયરૂપ થઈ જાય છે. ઉપરાંત પ્રથમ સમયની નીચેની અનુભય કિઠ્ઠિઓમાંથી અસંખ્યાતા બહુભાગ જેટલી કિટ્ટિ બીજા સમયે ઉભયરૂપ થઈ જાય છે. પ્રથમ સમયની નીચેની અનુભય કિટિઓનો જે શેષ એક અસંખ્યાતમો ભાગ રહ્યો તેમાંથી પ્રથમ સમયે નીચેની કેવળ ઉદયમાં જેટલી કિઠ્ઠિઓ હતી તેના અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ કેવળ ઉદયયોગ્ય કરે છે, શેષ કિઠ્ઠિઓ અનુભય રૂ૫ રહે છે. આમ પ્રથમ સમયે નીચેની (જઘન્ય રસવાળી) અનુભય કિઠ્ઠિઓ કરતા બીજા સમયની નીચેની અનુભય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે અને કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ પણ અસંખ્યગુણહીન છે. પ્રથમ સમયે ઉપરની કિઠ્ઠિઓમાં જે કેવળ ઉદયયોગ્ય (બંધ રહિત) કિઠ્ઠિઓ હતી તે બધી જ બીજા સમયે અનુભયરૂપ થઈ જાય છે. ઉપરાંત પ્રથમ સમયે જેટલી ઉપરની અનુભય કિઠ્ઠિઓ હતી તેના અસંખ્યાતમા ભાગ જેટલી ઉભયકિઓિમાંની અંતિમ કિઠ્ઠિઓ અનુભયરૂપ થઈ જાય છે. તેની નીચે પ્રથમ સમયે જેટલી ઉપરની કેવળ ઉદયયોગ્ય કિટિઓ હતી તેના અસંખ્યાતમા ભાગ જેટલી કિટિઓ કેવળ ઉદયયોગ્ય (બંધ રહિત) થાય છે. આમ પ્રથમ સમયની ઉપરની અનુભય કિક્રિઓ કરતા બીજા સમયની ઉપરની નવી અનુભય કિઠ્ઠિઓ અસંખ્યગુણહીન છે અને ઉપરની કેવળ ઉદયયોગ્ય કિઠ્ઠિઓ પણ અસંખ્યગુણહીન છે. નવી અનુભય કિઠ્ઠિઓ એટલે બીજા સમયે ઉભયકિઠ્ઠિઓમાંથી જે અનુભયરૂપ કિઠ્ઠિઓ થઈ તે. 1. યંત્ર પાના નં. 256 ઉપર છે.