________________ કિટ્ટિવેદનાદ્ધા 253 બંધ-કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે સંજવલન ચારે કષાયના અપૂર્વસ્પર્ધકો બંધાતા નથી, પરંતુ કિઠ્ઠિઓ બંધાય છે. ચારે કષાયની પ્રથમ સંગ્રહકિટ્ટિના અસંખ્યાતા બહુભાગ પ્રમાણ નવીન કિઠ્ઠિઓ બંધાય છે. એટલે ચારે કષાયની પ્રથમ સંગ્રહકિટ્રિમાં પણ અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ (જઘન્ય અને ઉત્કૃષ્ટ કિઠ્ઠિઓ) સિવાયની શેષ કિઠ્ઠિઓ બંધાય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની અસંખ્યબહુભાગ પ્રમાણ મધ્યમ કિષ્ક્રિઓનો ઉદય થાય છે. આમાં સંજવલન ક્રોધમાં પહેલી સંગ્રહકિટ્ટિની અવાંતર કિઠ્ઠિઓ ઉદયગત કિઠ્ઠિઓ કરતા પણ ઓછી બંધાય છે. ચારે કષાયોની પ્રથમ સંગ્રહકિટ્ટિ સિવાયની શેષ સંગ્રહકિઠ્ઠિઓ બંધાતી નથી. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિ સિવાયની શેષ સંગ્રહકિઠ્ઠિઓ અને શેષ ત્રણ કષાયોની ત્રણે સંગ્રહકિક્રિઓનો ઉદય નથી. કષાયપ્રાભૃતચૂર્ણિમાં કહ્યું છે- તાદે વોટ્સ પત્રમાણ સંવિટ્ટિા સંજ્ઞા भागा उदिा कोहस्स संगहकिट्टीए असंखेज्जा भागा बज्झंति, सेसाओ दो संगहकिदिओ ण बज्झंति, ण वेदिज्जंति / ................ किट्टीणं पढमसमये वेदगस्स माणस्स पढमाए संगहकिडीए किट्टीणमसंखेज्जा भागा बज्झन्ति / सेसाओ संगहकिट्टीओ ण बज्झंति / एवं मायाए / एवं लोभस्स वि।' - ભાગ 15, પાના નં. 244. પ્રથમ સમયે સંજવલન ક્રોધની ઉદયગત ઉત્કૃષ્ટ કિટ્ટિમાં રસ વધુ છે. તેના કરતા બંધમાં ઉત્કૃષ્ટ કિટ્ટિ અનંતગુણહીન રસવાળી છે. તેના કરતા બીજા સમયે ઉદયમાં ઉત્કૃષ્ટ કિષ્ટિ અનંતગુણહીન રસવાળી છે. તેના કરતા બીજા સમયે બંધમાં ઉત્કૃષ્ટ કિટ્ટિ અનંતગુણહીન રસવાળી છે. એમ આ ક્રમ કિટ્ટિવેદનાદ્ધાના ચરમસમય સુધી જાણવો. પ્રથમ સમયે સંજવલન ક્રોધની બંધમાં જઘન્ય કિષ્ટિ વધુ રસવાળી છે. તેના કરતા ઉદયમાં જઘન્ય કિટ્ટિ અનંતગુણહીન રસવાળી છે. તેના કરતા બીજા સમયે બંધમાં જઘન્ય કિટ્ટિ અનંતગુણહીન રસવાળી છે. તેના કરતા બીજા સમયે ઉદયમાં જઘન્ય કિટ્ટિ અનંતગુણહીનરસવાળી છે. એમ આ ક્રમ કિટ્ટિવેદનાદ્ધાના ચરમ સમય સુધી જાણવો. આ વિષયમાં અન્યત્ર કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ વગેરે સમયે કિટ્ટિકરણોદ્ધામાં કરેલી સર્વ કિઠ્ઠિઓમાંથી કેટલી કિઠ્ઠિઓ ઉદયમાં આવે છે, કેટલી કિઠ્ઠિઓ બંધાય છે, કેટલી કિઠ્ઠિઓ બંધ-ઉદય બન્ને રહિત છે, કેટલી કિઠ્ઠિઓ બંધ-ઉદય બન્ને સહિત છે વગેરે વક્તવ્યતા બતાવી છે તે ઉપયોગી હોવાથી અહીં બતાવીએ છીએ. કિટ્ટિકરણોદ્ધામાં થયેલી પ્રથમ સંગ્રહકિટ્ટિની સર્વકિઠ્ઠિઓને ક્રમશઃ રસના અનુક્રમે ગોઠવવી એટલે કે સર્વપ્રથમ જઘન્ય રસવાળી કિટ્ટિ, પછી અનંતગુણ રસવાળી બીજી કિટ્ટિ, એમ પ્રથમ સંગ્રહકિટ્ટિની ક્રમશઃ પ્રથમ કિષ્ટિથી ચરમ કિટ્ટિ સુધી સર્વ કિઠ્ઠિઓ ગોઠવવી. કિટ્િવેદનાદ્ધાના પ્રથમ સમયે સર્વજઘન્યકિષ્ટિથી સર્વકિટ્ટિના એક અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ બંધ અને ઉદય બન્નેને અયોગ્ય છે, એટલે કે અનુભય કિઠ્ઠિઓ છે. ત્યાર પછી બીજી એક અસંખ્યાતમાં ભાગ જેટલી કિઠ્ઠિઓ બંધને માટે અયોગ્ય છે, પરંતુ ઉદય માટે યોગ્ય છે. સર્વઉત્કૃષ્ટરસવાળી કિટ્ટિથી એક અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ બંધ અને ઉદય બન્ને માટે અયોગ્ય છે, એટલે કે અનુભય કિઠ્ઠિઓ છે. તેની નીચે એક અસંખ્યાતમા ભાગ જેટલી કિઠ્ઠિઓ બંધ માટે અયોગ્ય છે, પરંતુ ઉદય માટે યોગ્ય છે. વચ્ચેની બધી કિઠ્ઠિઓ બંધાય છે તથા ઉદયમાં આવે છે, એટલે વચ્ચેની કિઠ્ઠિઓ ઉભય કિઠ્ઠિઓ છે.