________________ કિટ્ટિવેદનાદ્ધા 251 નરકગતિ, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, વૈક્રિય કાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારકમિશ્ર કાયયોગ, કાર્પણ કાયયોગ, સ્ત્રીવેદ, પુરુષવેદ, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, છેદોપસ્થાપનીયસંયમ, પરિહારવિશુદ્ધિસંયમ, દેશવિરતિ, અવધિદર્શન, સાસ્વાદનસમ્યક્ત, મિશ્રખ્યત્વ, અનાહારક, ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ, ઉત્કૃષ્ટ રસનો બંધ, ઊર્ધ્વલોક, અધોલોક, સર્વ કર્મ, સર્વ શિલ્પ, સર્વ લિંગ. જે માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં ન જ હોય તે આ પ્રમાણે છે - કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાયસંયમ, યથાખ્યાતસંયમ, કેવળદર્શન, અભવ્ય. મનુષ્યગતિ વગેરે સ્થાનોમાં બંધાયેલ જે દલિક ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય તે દલિક સર્વ સ્થિતિસ્થાનોમાં તથા સર્વ અવાંતર કિઓિમાં અવશ્ય હોય છે. દેવગતિ વગેરે સ્થાનોમાં બંધાયેલ જે દલિક ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય તે દલિક જઘન્યથી એક સ્થિતિસ્થાનમાં અને એક અવાંતરકિટ્ટિમાં હોય છે અને ઉત્કૃષ્ટથી સર્વ સ્થિતિસ્થાનોમાં અને સર્વ અવાંતરકિઠ્ઠિઓમાં હોય છે. રસસત્તા- કિષ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે સંજવલન ક્રોધનું સમય ન્યૂન એક આવલિકા જેટલુ પૂર્વ-અપૂર્વસ્પર્ધકગત દલિક બાકી છે તથા સંજવલન ચારનું બે સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલ સ્પર્ધકગત દલિક બાકી છે. સંજવલન ચારના શેષ સર્વદલિકોની કિઠ્ઠિઓ થઈ ગઈ છે. કિટ્ટિકરણાદ્ધામાં સંજવલન ક્રોધના પૂર્વ-અપૂર્વ સ્પર્ધકોનો ઉદય હોય છે. તેથી તેની જે છેલ્લી આવલિકા કિટ્ટિવેદનાદ્ધામાં બાકી રહે છે તેમાં પણ પૂર્વ-અપૂર્વસ્પર્ધકગત દલિકો હોય છે. કિકિરણોદ્ધામાં સંજ્વલન ચારના સ્પર્ધકોનો બંધ થતો હોવાથી બે સમય ન્યૂન બે આવલિકાનું બંધાયેલુ દલિક જે કિષ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે શેષ છે તે સ્પર્ધકગત હોય છે. સંજવલન ક્રોધનું જે સમય ન્યૂન 1 આવલિકા જેટલું પૂર્વ-અપૂર્વ-સ્પર્ધકગત દલિક બાકી છે તેને કિવેિદનાદ્ધાની પ્રથમ આવલિકામાં કિઠ્ઠિઓમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવે છે. સંજ્વલન ક્રોધની પ્રથમ સંગ્રહકિરિની વેદનાદ્ધા - પ્રથમ સ્થિતિ કરવાની ક્રિયા - કિટ્ટિવેદનાદ્ધાના પ્રથમ સમયે બીજી સ્થિતિમાંથી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિના 'દલિકો લઇ તેની કિટ્ટિવેદનાદ્ધાથી એક આવલિકા અધિક કાળ જેટલી પ્રથમ સ્થિતિ કરે છે અને ભોગવે છે. 1. સર્વ સંજવલનદ્રવ્યના 1/24 ભાગ જેટલુ દ્રવ્ય લગભગ દરેક સંગ્રહકિટ્રિમાં હોય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિમાં 13/24 ભાગ જેટલુ દ્રવ્ય લગભગ હોય છે. સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિના સત્તાગત દલિકને અપકર્ષણ ભાગહારથી ભાગી એક ભાગ પ્રમાણ દ્રવ્યને ગ્રહણ કરી તેને પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ભાગી એક ભાગ માત્ર દ્રવ્યને ઉદયસમયથી સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની વેદકાદ્ધાથી એક આવલિકા અધિક કાળ સુધી અસંખ્યગુણના ક્રમે ગોઠવે છે. આ જ સંજવલન ક્રોધની પ્રથમ સંગ્રહકિટ્ટિની પ્રથમસ્થિતિ છે. તેમાં અંતિમ નિષેક તે ગુણશ્રેણિશીર્ષ છે. શેષ બહુભાગ પ્રમાણ દ્રવ્યને સંજવલન ક્રોધની બીજી તથા ત્રીજી સંગ્રહકિટ્ટિના દ્રવ્યમાં ભેળવી તે સર્વ દ્રવ્યને સંજ્વલન ક્રોધની બીજી સ્થિતિમાં વિશેષહીન (અસંખ્યાતભાગહીન) ના ક્રમે નાંખે છે. આ