________________ 250 કિટ્ટિકરણાદ્ધા ઉત્સર્પિણી-અવસર્પિણી - ઉત્સર્પિણીકાળમાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં અવશ્ય હોય છે. અવસર્પિણીકાળમાં બંધાયેલ કર્મ પણ ક્ષપકને સત્તામાં અવશ્ય હોય છે. કર્મસ્થિતિકાળમાં ઉત્સર્પિણી-અવસર્પિણી બન્નેનું પરાવર્તન થાય છે. તેથી કર્મસ્થિતિકાળમાં ઉત્સર્પિણી કાળ અવશ્ય આવી જાય છે. તેવી જ રીતે કર્મસ્થિતિકાળમાં અવસર્પિણી કાળ પણ અવશ્ય આવી જાય છે. તેથી તે બન્ને કાળમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે. અહીં એટલું વિશેષ છે કે કિથ્રિવેદક ક્ષેપકને એકાંત ઉત્સર્પિણીમાં બંધાયેલ કર્મ કે એકાંત અવસર્પિણીમાં બંધાયેલ કર્મ સત્તામાં નથી હોતુ પરંતુ ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં બન્નેમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય છે. તાત્પર્ય એ છે કે છેલ્લા કર્મસ્થિતિકાળમાં બંધાયેલા કર્મની દરેક જીવને અવશ્ય સત્તા હોય છે. માત્ર ઉત્સર્પિણી કે માત્ર અવસર્પિણીનો કાળ દસ કોડાકોડી સાગરોપમનો છે. એટલે એકાંત ઉત્સર્પિણીમાં કે એકાંત અવસર્પિણીમાં બંધાયેલ કર્મ સત્તામાં નથી હોતું, પરંતુ બન્નેમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય છે. તિષ્ણુલોક, ઊર્ધ્વલોક, અધોલોક - તિચ્છલોકમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય છે, કેમકે ક્ષપકજીવ મુખ્યતાએ તિચ્છલોકમાં જ હોય છે અને વર્તમાન ભવનું બંધાયેલ કર્મ તો અવશ્ય સત્તામાં હોય જ. ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં બંધાયેલ કર્મક્ષપકને વિકલ્પ સત્તામાં હોય છે, એટલે હોય અથવા ન પણ હોય. અહીં પણ એ વિશેષ છે કે એકાંત ઊર્ધ્વલોકનું કે એકાંત અધોલોકનું બંધાયેલું કર્મ ક્ષેપકને સત્તામાં નથી હોતુ, પરંતુ તિસ્કૃલોકમાં બંધાયેલા કર્મથી મિશ્રિત ઊર્ધ્વલોકનું અને અધોલોકનું બંધાયેલ કર્મક્ષપકને સત્તામાં હોય છે. કર્મ, શિલ્પ, લિંગ - સર્વ કર્મ-શિલ્પ-લિંગમાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં વિકલ્પ હોય. કર્મ એટલે અંગારકર્મ, વનકર્મ વગેરે. શિલ્પ એટલે નૃત્ય વગેરે કળા. લિંગ એટલે તાપસ, પરિવ્રાજક, યતિ વગેરેના દ્રવ્યલિંગ. તે તે કર્મ, શિલ્પ, લિંગમાં કર્મ બાંધી કર્મસ્થિતિકાળની અંદર ક્ષપકશ્રેણી માંડી હોય તે ક્ષેપકને તે તે કર્મ, શિલ્પ, લિંગમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. તે તે કર્મ-શિલ્પ-લિંગમાં કર્મ બાંધી કર્મસ્થિતિકાળ પછી ક્ષપકશ્રેણી માંડી હોય તેવા ક્ષેપકને તે તે સ્થાનોમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. જે માર્ગણાઓમાં અને સ્થાનોમાં બંધાયેલ કર્મક્ષપકને અવશ્ય સત્તામાં હોય તે આ પ્રમાણે છે-મનુષ્યગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રસકાય, ચાર મનોયોગ, ચાર વચનયોગ, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર કાયયોગ, નપુંસકવેદ, ચાર કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, સામાયિકસંયમ, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, છ વેશ્યા, ભવ્ય, ઔપથમિકસમ્યક્ત, ક્ષાયોપથમિક સમ્યક્ત, ક્ષાયિકસમ્યક્ત, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંજ્ઞી, આહારક, પર્યાપ્તજીવભેદ, અપર્યાપ્તજીવભેદ, સાતાનો ઉદય, અસાતાનો ઉદય, ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ, તિચ્છલોક. જે માર્ગણાઓમાં અને સ્થાનોમાં બંધાયેલ કર્મક્ષપકને વિકલ્પ સત્તામાં હોય તે આ પ્રમાણે છે -દેવગતિ,