________________ કિષ્ટિવેદનાદ્ધા 245 પછી અલ્પકાળ (૧૦૦૦૦વર્ષો સુધી દેવગતિમાં જઈ પૂર્વકોટીના આયુષ્યવાળો મનુષ્ય થઈ અંતે ક્ષપકશ્રેણી માંડે તેને મનુષ્યગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા હોય છે. ઇન્દ્રિય - એકેન્દ્રિયમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય. એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર સાધિક 2000 સાગરોપમ છે. તેથી વર્તમાન ક્ષેપક જીવ ઉત્કૃષ્ટથી સાધિક 2000 સાગરોપમ પૂર્વે અવશ્ય એકેન્દ્રિય હોય. ત્યાં બંધાયેલ કર્મની સાધિક 2000 સાગરોપમ કાળમાં સંપૂર્ણ નિર્જરા થઈ શકતી નથી. તેથી ક્ષેપકને એકેન્દ્રિયમાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય. પંચેન્દ્રિયમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય, કેમકે ક્ષપકશ્રેણિ પંચેન્દ્રિયપણામાં જ માંડી શકાય છે. વિકસેન્દ્રિયમાં બંધાયેલ કર્મક્ષપકને વિકલ્પ સત્તામાં હોય. એકેન્દ્રિયમાંથી નીકળી વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થયા વિના ક્ષપકશ્રેણિ માંડનાર ક્ષેપકને વિકસેન્દ્રિયમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ જીવ કર્મસ્થિતિકાળ સુધી કે તેથી વધુ કાળ સુધી એકેન્દ્રિયમાં રહીને પછી ક્ષપકશ્રેણિ માંડે તો તેને પણ વિકસેન્દ્રિયમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. વિલેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ જીવ કર્મસ્થિતિકાળની અંદર મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડે તો તેને વિકસેન્દ્રિયમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. કાય - પૃથ્વીકાયમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. જે જીવ પૃથ્વીકાયમાં ગયા વિના ક્ષપકશ્રેણિ માંડે તેને પૃથ્વીકાયમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. જે જીવ પૃથ્વીકાયમાં જઈને કર્મસ્થિતિકાળ સુધી કે તેથી વધુ કાળ સુધી બીજે અપ્લાય વગેરેમાં રહીને પછી મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડે તેને પૃથ્વીકાયમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. જે જીવ પૃથ્વીકાયમાં જઇને કર્મસ્થિતિકાળની અંદર મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડે તેને પૃથ્વીકાયમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. અષ્કાય, તેઉકાય, વાયુકામાં બંધાયેલ કર્મક્ષપકને વિકલ્પ સત્તામાં હોય. તેની ભાવના પૃથ્વીકાયની જેમ સમજવી. વનસ્પતિકાયમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. વનસ્પતિકાયમાંથી નીકળી કર્મસ્થિતિકાળ સુધી કે તેનાથી વધુ કાળ સુધી પૃથ્વીકાય વગેરેમાં રહીને પછી મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડનારને વનસ્પતિકાયમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. જે જીવ વનસ્પતિકાયમાંથી નીકળીને કર્મસ્થિતિકાળની અંદર મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડે તેને વનસ્પતિકાયમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. ત્રસકાયમાં બંધાયેલ કર્મ ક્ષેપકને અવશ્ય સત્તામાં હોય, કેમકે ક્ષપકશ્રેણિ ત્રસપણામાં જ માંડી શકાય છે પ્રશ્ન - ત્રસકાયમાં બંધાયેલા કર્મદ્રવ્યની જઘન્ય સત્તા કયા ક્ષેપકને હોય? જવાબ- સ્થાવરમાંથી ત્રસકાયમાં મનુષ્યના ભવમાં આવી તે જ ભવમાં વર્ષપૃથક્ત પછી શીધ્ર ક્ષપકશ્રેણી માંડનારને ત્રસકાયમાં બંધાયેલા કર્મદ્રવ્યની જઘન્ય સત્તા હોય છે.