________________ 246 કિટ્ટિકરણોદ્ધા પ્રશ્ન -ત્રસકાયમાં બંધાયેલા કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા કયા ક્ષેપકને હોય? જવાબ-ગુણિતકર્માશ જીવ ત્રસકાયની કાયસ્થિતિ જેટલો કાળ ત્રસકાયમાં પરિભ્રમણ કરી અંતે ક્ષપકશ્રેણી માંડે તો તેને ત્રસકાયમાં બંધાયેલા કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા હોય છે. ક્ષપકને અસંખ્યાતા એકેન્દ્રિયભવોમાં બંધાયેલ કર્મ નિયમાં સત્તામાં હોય છે, કેમકે કર્મસ્થિતિકાળની અંદર ઓછામાં ઓછા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એકેન્દ્રિયભવો થાય છે. ક્ષપકને એક, બે યાવત્ સંખ્યાતા ત્રસના ભવોનું બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ, ઉત્કૃષ્ટ રસ - ક્ષેપકને ઉત્કૃષ્ટસ્થિતિવિશિષ્ટ કે ઉત્કૃષ્ટસિવિશિષ્ટ કર્મ સત્તામાં વિકલ્પ હોય છે. પ્રશ્ન - ક્ષેપકને સત્તામાં ઉત્કૃષ્ટ સ્થિતિ કે ઉત્કૃષ્ટ રસ હોતો નથી. તો પછી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કે ઉત્કૃષ્ટ રસવાળુ કર્મ તેને સત્તામાં શી રીતે હોઈ શકે ? જવાબ-અહીં ઉત્કૃષ્ટસ્થિતિવિશિષ્ટકર્મનો અર્થ એ છે કે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતી વખતે બંધાયેલ કર્મ નહીં કે વર્તમાનકાળે ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ કર્મ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ત્યાર પછી કર્મસ્થિતિકાળની અંદર ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે તો તે વખતે બાંધેલું કર્મ (ઉત્કૃષ્ટસ્થિતિવિશિષ્ટ કર્મ) સત્તામાં હોય છે. કર્મસ્થિતિકાળની અંદર હંમેશા અનુત્કૃષ્ટ સ્થિતિ બાંધી ક્ષપકશ્રેણી માંડનાર ક્ષેપકને ઉત્કૃષ્ટસ્થિતિવિશિષ્ટ કર્મસત્તામાં ન હોય. જેવી રીતે ઉત્કૃષ્ટસ્થિતિવિશિષ્ટ કર્મની વિચારણા કરી તેવી રીતે ઉત્કૃષ્ટસિવિશિષ્ટ કર્મની પણ વિચારણા જાણવી. યોગ-ચાર મનોયોગ, ચારવચનયોગ, ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર કાયયોગ - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મક્ષપકને નિયમાં સત્તામાં હોય છે, કેમકે ચરમ ભવમાં લપકને આ બધા જ યોગ હોય છે, એટલે ચરમભવમાં તે તે યોગમાં બંધાયેલ કર્મ પણ લપકને અવશ્ય સત્તામાં હોય છે. વૈક્રિય કાયયોગ, વૈક્રિયમિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારકમિશ્ર કાયયોગ, કાર્પણ કાયયોગ - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય. આ માર્ગણાઓમાં ગયા વિના અથવા જઈને કર્મસ્થિતિકાળ કે તેથી વધુ કાળ સુધી બીજી માર્ગણાઓમાં રહીને પછી મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડનારને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. આ માર્ગણાઓમાં જઇને કર્મસ્થિતિકાળની અંદર મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણિ માંડનારને આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય. વેદ - ક્ષેપકને નપુંસકવેદ માર્ગણામાં બંધાયેલ કર્મ અવશ્ય સત્તામાં હોય છે, કેમકે નપુંસકવેદ સિવાયના બે વેદોમાં સાધિક શતપૃથક્ત સાગરોપમ કાળથી વધુ કોઇપણ જીવ રહી શકતો નથી. સ્ત્રીવેદ, પુરુષવેદ - આ માર્ગણાઓમાં બંધાયેલ કર્મ ક્ષેપકને વિકલ્પ સત્તામાં હોય છે. તે તે માર્ગણામાંથી નીકળી પ્રતિપક્ષી માર્ગણામાં કર્મસ્થિતિકાળ સુધી રહી પછી ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરે તો તેટલા કાળમાં તે માર્ગણામાં બંધાયેલ કર્મની સર્વથા નિર્જરા થઈ જાય છે. એટલે તેવા ક્ષેપકને તે માર્ગણામાં બંધાયેલ કર્મ