________________ 244 કિટ્ટિકરણોદ્ધા પણ હોય, કેમકે કોઈ જીવો એવા પણ હોય કે જે દેવગતિમાં અને નરકગતિમાં ગયા વિના જ તિર્યંચગતિમાંથી સીધા મનુષ્યગતિમાં આવી ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરે. તે જીવોને દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલ કર્મ સત્તામાં ન હોય. અથવા, જે જીવ દેવગતિ કે નરકગતિમાંથી આવી તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં કર્મસ્થિતિકાળ કે તેથી વધુ કાળ સુધી રહે તેને ત્યાં તેટલા કાળમાં દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલા કર્મની સર્વથા નિર્જરા થઇ જાય છે. તે જીવો ક્ષપકશ્રેણી માંડે ત્યારે તેમને દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલું કર્મ સત્તામાં ન હોય. જે જીવો દેવગતિમાંથી કે નરકગતિમાંથી નીકળી કર્મસ્થિતિકાળ પસાર થયા પૂર્વે મનુષ્ય થઇ ક્ષપકશ્રેણી માંડે છે, તેમને દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલ કર્મ સત્તામાં હોય છે. અલ્પબહત્વ - દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની શપકને જઘન્ય સત્તા અલ્પ (1 સ્કંધ) છે. તેના કરતા દેવગતિમાં કે નરકગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ક્ષપકને ઉત્કૃષ્ટ સત્તા અનંતગુણ (અનંત સ્કંધ) છે. મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ક્ષપકને જઘન્ય સત્તા અલ્પ (અનંત સ્કંધ) છે. તેના કરતા મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ક્ષપકને ઉત્કૃષ્ટ સત્તા અસંખ્યગુણ (અનંત સ્કંધ) સ્વામી - પ્રશ્ન - તિર્યંચગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની જઘન્ય સત્તા કયા ક્ષેપકને હોય? જવાબ-એકેન્દ્રિયમાં ક્ષપિતકર્મશ થઇ કર્મસ્થિતિકાળ સુધી રહે ત્યાંથી નીકળી શેષગતિઓમાં શતપૃથક્વ સાગરોપમ સુધી પરિભ્રમણ કરે, પછી અંતિમભવમાં ક્ષપકશ્રેણી માંડનાર કિથ્રિવેદક ક્ષેપકને તિર્યંચગતિમાં બંધાયેલ કર્મદ્રવ્યની જઘન્ય સત્તા હોય છે. પ્રશ્ન - તિર્યંચગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા કયા ક્ષેપકને હોય ? જવાબ- તિર્યંચગતિમાં ગુણિતકર્માશ થઇ કર્મસ્થિતિકાળ સુધી રહે. ત્યાંથી નીકળી મનુષ્યગતિમાં આવી શીઘ ક્ષપકશ્રેણી માંડે તેને તિર્યંચગતિમાં બંધાયેલ કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા હોય છે. પ્રશ્ન - મનુષ્યગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની જઘન્ય સત્તા કયા ક્ષેપકને હોય? જવાબ-પૂર્વે કર્મસ્થિતિકાળ સુધી મનુષ્ય ન થયો હોય અથવા મનુષ્ય થઇને અન્યગતિમાં કર્મસ્થિતિકાળ કે તેથી વધુ કાળ રહ્યો હોય તેવો ક્ષપિતકર્માશ જીવ ત્યાંથી મનુષ્યમાં આવી તે જ ભવમાં વર્ષપૃથક્ત પછી શીઘ્ર ક્ષપકશ્રેણી માંડે તો તે કિથ્રિવેદક ક્ષેપકને મનુષ્યગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની જઘન્ય સત્તા હોય. પ્રશ્ન - મનુષ્યગતિમાં બંધાયેલા કર્મદ્રવ્યની ઉત્કૃષ્ટ સત્તા કયા ક્ષેપકને હોય? જવાબ- અન્યગતિમાંથી મનુષ્યગતિમાં આવી પૂર્વકોટિપૃથક્વ અધિક ત્રણ પલ્યોપમ કાળ સુધી રહી