________________ 243 કિટ્ટિવેદનાદ્ધા ભાવાર્થ આ પ્રમાણે છે - ગતિ - પ્રશ્ન - ક્ષેપકને કઈ ગતિમાં બંધાયેલ કર્મ નિયમાં સત્તામાં હોય તથા કઈ ગતિમાં બંધાયેલ કર્મ વિકલ્પ સત્તામાં હોય? જવાબ - ક્ષેપકને તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં બંધાયેલ કર્મનિયમાં સત્તામાં હોય છે. ક્ષેપકને દેવગતિ અને નરકગતિમાં બંધાયેલ કર્મ વિકલ્પ સત્તામાં હોય છે, એટલે કે સત્તામાં હોય અથવા ન પણ હોય. આનું કારણ એ છે કે જેમ કોઈ પણ કાળે બંધાયેલ કર્મની સ્થિતિ ઉદ્વર્તનાદિથી વારંવાર વધારીએ તો પણ તે કર્મ કર્મસ્થિતિકાળ (7) કોડાકોડી સાગરોપમ)થી વધુ કાળ સુધી આત્મા ઉપર રહી શકતું નથી, તેમ કોઈ પણ સમયે બંધાયેલ કર્મના અમુકદલિકની સ્થિતિ તો ઉદ્વર્તનાદિથી વધતા તે દલિક કર્મસ્થિતિકાળ (7) કોડાકોડી સાગરોપમ) સુધી અવશ્ય રહે છે. અક્ષપક દરેક જીવને કોઈ પણ સમયે બંધાયેલ કર્મમાંથી અમુક દલિકો તો કર્મસ્થિતિકાળ (70 કોડાકોડી સાગરોપમ) સુધી અવશ્ય રહે છે. પ્રશ્ન - ઓછી સ્થિતિવાળુ કર્મ કર્મસ્થિતિકાળ (70 કોડાકોડી સાગરોપમ) સુધી શી રીતે રહે? જવાબ- કર્મ બાંધતી વખતે તેની સ્થિતિ અલ્પ બાંધી હોય તો પણ ઉદ્વર્તનાકરણથી અમુક દલિકોનો ઉપરના નિષેકોમાં નિક્ષેપ થાય છે. ત્યાર પછી વળી તે દલિકોનો ઉદય થાય તે પૂર્વે ફરી તે બધા કે તેમાંથી અમુક દલિકોની ઉદ્વર્તન થાય છે. આમ પરંપરાએ ઉદ્વર્તન કરતા કોઈ પણ સમયે બંધાયેલ દલિકમાંથી અમુક દલિક તો કર્મસ્થિતિકાળ (70 કોડાકોડી સાગરોપમ) સુધી અવશ્ય રહે છે. આ નિયમ ધ્યાનમાં રાખવાથી આગળની વિચારણામાં સુગમતા રહેશે. પ્રસ્તુત માં તિર્યંચગતિમાં બંધાયેલ કર્મની ત્યાંથી નીકળી શેષ ગતિઓમાં સાગરોપમપૃથક્ત સુધીના કાળમાં સંપૂર્ણ નિર્જરા થઈ શકતી નથી. અહીં તાત્પર્ય એ છે કે તિર્યંચગતિ સિવાય શેષ ત્રણ ગતિઓમાં જીવ ભમ્યા કરે તો પણ ત્યાં શતપૃથક્ત સાગરોપમથી વધુ રહી શકતો નથી, કેમકે તિર્યંચગતિનું આંતરુ શતપૃથક્ત સાગરોપમ પ્રમાણ છે, એટલે વર્તમાન ક્ષેપક જીવ વધુમાં વધુ શતપૃથક્વસાગરોપમ પૂર્વે તોનિયમા તિર્યંચગતિમાં હતો જ અને ત્યાં તેણે બાંધેલા કર્મોની શતપૃથક્ત સાગરોપમ કાળમાં સર્વથા નિર્જરા થઇ શકતી નથી, તેમાંના અમુક સ્કંધો તો રહે છે જ. માટે ક્ષેપકને તિર્યંચગતિમાં બંધાયેલ કર્મ તો નિયમાં સત્તામાં હોય છે. મનુષ્યગતિમાં બંધાયેલ કર્મનો ત્યાર પછી તિર્યંચગતિમાં જઈ ત્યાં કર્મસ્થિતિકાળ કે તેથી વધુ કાળ સુધી રહે તો સર્વથા અભાવથઈ શકે છે, પણ અહીં પ્રસ્તુતમાં ક્ષપકનો અધિકાર છે અને ક્ષપકશ્રેણી મનુષ્યગતિમાં જ હોય છે, માટે વર્તમાન મનુષ્યભવનું બંધાયેલ કર્મ તો અવશ્ય હોય જ. માટે ક્ષપકને મનુષ્યગતિનું બંધાયેલ કર્મ પણ નિયમાં સત્તામાં હોય છે. દેવગતિમાં તથા નરકગતિમાં બંધાયેલ કર્મ ક્ષેપકને સત્તામાં વિકલ્પ હોય છે, એટલે કે હોય અથવા ન 1. અહીં કર્મ એટલે મોહનીયકર્મ સમજવું. એમ આગળ પણ સર્વત્ર જાણવુ.