________________ તે હવે જે સંખ્યા) આવે તેનો વર્ગ કરીએ. (એટલે એ જ સંખ્યાથી ગુણીએ.) વળી જે આવે તેનો ફરી વર્ગ Fe કરીએ. આમ અનંતીવાર વર્ગ કરવા છતા તે મુક્તિસુખ આગળ પહોંચી શકતું નથી. ટૂંકમાં, સંસારી જીવોનું ત્રણે કાળનું સુખ x લોકાકાશ-અલોકાકાશના પ્રદેશરૂપ અનંત = જે આવે તેનો વર્ગ-વર્ગનો વર્ગ એમ અનંતા વર્ગો કરતા જે આવે તેના કરતા પણ સિદ્ધભગવંતનું સુખ અનંતગુણ છે આપણે વિચારવાનું છે કે સિદ્ધ ભગવંત જે અનંતાનંત સુખ ભોગવી રહ્યા છે તે બધું જ સુખ આપણા આત્મામાં અપ્રગટભાવે રહેલું છે. આપણે આ સુખના માલિક છીએ. આપણે આ સુખને પ્રગટ કરવાનું એક માત્ર કાર્ય કરવાનું છે. આપણી કેટલી શોચનીય દશા છે કે આવા અનંત સુખના આપણે માલિક હોવા છતાં સંસારમાં ક્ષુદ્ર એવા સુખો મળતા આપણે નાચીએ છીએ. ન મળે તો રોઈએ છીએ. ઉદાસીન થઈ જઈએ છીએ. મેળવવા માટે ક્લેશ કરીએ છીએ. જો આપણે સંસારના બધા મમત્વને છોડીએ તો આપણને પણ આ મહાન શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકે છે. અન્ને ક્ષપકશ્રેણિનું સ્વરૂપ અતિસંક્ષેપમાં સમજાવેલ છે. ક્ષપકશ્રેણિના વિસ્તૃત સ્વરૂપને સમજવા આ પ્રયત્ન કરીએ, શીધ્ર સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિના ક્રમથી આગળ વધતા ગુણઠાણાની શ્રેણિ ઉપર આરોહણ કરી કર્મોની ક્રમશઃ ક્ષપણા કરી આપણે સૌ કેવલજ્ઞાન પામી યોગનિરોધાદિ કરી સિદ્ધપણાને પામીએ, અનંત સુખના અનંતકાળ માટે ભોક્તા બનીએ એ જ શુભેચ્છા. ગ્રંથ નિર્માણ ઈતિહાસ સંવત-૨૦૦૮ ના જેઠ સુદ પાંચમના દિવસે સ્વ. પરમગુરુદેવ સંયમસમ્રાટ્ સિદ્ધાંતમહોદધિ મગુરુદેવશ્રી ભાનુવિજયજી મ. તથા પૂ. ગુરુદેવશ્રી પદ્મવિજયજી મ.ના સાંનિધ્યમાં ભાયખલા મુકામે મને ચારિત્રની પ્રાપ્તિ થઈ. ત્રણે ગુરુઓ પાસે મેં ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા પ્રાપ્ત કરી. સંસ્કૃત બુકો કાવ્યો વગેરેનો અભ્યાસ કર્યા પછી પૂ. પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. પાસે કર્મગ્રંથ-કર્મપ્રકૃતિ વગેરેનું જ્ઞાન મેં મેળવ્યું. પૂજ્યશ્રીની પુણ્યકૃપાથી કંઈક બોધ પ્રાપ્ત થયો. દિગંબર સંપ્રદાયના કર્મગ્રંથ વિષયક ગ્રંથોનો પણ અભ્યાસ થયો. પ.પૂ. જયઘોષવિજય મ. (હાલ ગચ્છાધિપતિશ્રી), પૂ. ધર્માનંદવિ. મ.સા. (પછીથી ધર્મજિસૂરિજી મ.) અને હું - આમ ત્રણ અનેક મુનિઓ કર્મસાહિત્યના અભ્યાસમાં આગળ વધ્યા.