________________ અજિતનાથ ભગવાનની સ્તુતિ કરતા સકલાત્ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતે જણાવેલ છે"अम्लान-केवलादर्श-सङ्क्रान्त-जगतं स्तुवे" જેમના નિર્મળ એવા કેવલજ્ઞાન રૂપી આરિસામાં જગત સંક્રાન્ત થઈ રહ્યું છે તેવા અજિતનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. કેવલજ્ઞાન પ્રગટ થયા પછી જેઓનું આયુષ્ય હજી ઘણું બાકી છે તેવા કેવલજ્ઞાની ભગવંતો જગત ઉપર ઉપકાર કરતા વિચરે છે. તીર્થકર ભગવંતો કેવલજ્ઞાન થયા પછી તુરત જ શાસન અને સંઘની સ્થાપના કરે છે, તીર્થ પ્રવર્તાવે છે. જેઓના આયુષ્ય પૂર્ણ થવા આવ્યા છે એવા કેવલજ્ઞાની ભગવંતો તથા જેમનું આયુષ્ય બાકી હોય છે તેવા કેવલજ્ઞાની ભગવંતો પણ વેદનીય, નામ અને ગોત્રની સ્થિતિ આયુષ્યની સ્થિતિ કરતા વધુ હોય તો તેને આયુષ્યની સ્થિતિની સમાન કરવા આયુષ્યના છેલ્લા કાળમાં સમુદ્દાત કરે છે. ત્યાર પછી બધા કેવલજ્ઞાની ભગવંતો આયોજિકાકરણ કરે છે. છેલ્લે મનોયોગ, વચનયોગ અને કાયયોગનો ક્રમશઃ નિરોધ કરીને અયોગીપણાને પામે છે. આ ચૌદમું ગુણસ્થાનક છે. પાંચ હસ્તાક્ષર “મ, રૂ, 3, 2, " બોલતા જેટલો સમય લાગે છે તેટલો આનો કાળ છે. આને શૈલેશીકરણ પણ કહે છે. શૈલેશ એટલે મેરુ પર્વત. અહીં તેના જેવી આત્માની (નિષ્ક્રિય સ્થિર અવસ્થા હોય છે. અહીં આયુષ્યની સાથે જ બાકીના સર્વ કર્મોનો ક્ષય કરી, જીવ સિદ્ધશિલા ઉપર લોકના અગ્રભાગે બિરાજમાન થાય છે, સિદ્ધ થાય છે, આત્મા અદેહ બને છે. નિરંજન, નિરાકાર, શુદ્ધ આત્માનો સિદ્ધશિલા ઉપર લોકના અગ્રભાગે હંમેશના માટે વાસ થાય છે. વેદનીય કર્મના ક્ષયથી અહીં અવ્યાબાધ કોટિના અનંતસુખને જીવ હંમેશ માટે અનુભવે છે. તે શાશ્વત સુખનો ભોક્તા બને છે. અહીંથી જીવને પાછુ સંસારમાં આવવાનું નથી. કર્મબીજ સંપૂર્ણપણે બળી જવાથી ફરી ઉગતું નથી. સિદ્ધના જીવોના સુખનું વર્ણન શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલ છે - "नवि अत्थि माणुस्साणं तं, सोक्खं नवि य सव्वदेवाणं / जं सिद्धाण सोक्खं, अव्वाबाहं उवगयाणं // 1247 // सुरगणसुहं समत्तं, सव्वद्धापिंडियं अणंतगुणं / न वि पावइ मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गूहि // 1248 // " - તિ–ોગાલિપયના અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધભગવંતોનું જે સુખ છે તે મનુષ્યોની પાસે નથી અને બધા દેવોની જી પાસે પણ નથી. સર્વ દેવોના ત્રણે કાળના બધા સુખને લોક-અલોકના અનંત પ્રદેશરૂપ અનંતથી ગુણીએ. હજી ઉછે, ઉS