________________ નવા નવા સ્થિતિબંધો પણ પૂર્વ સ્થિતિબંધ કરતા પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન કરતો જાય છે. આ અપૂર્વસ્થિતિબંધ છે. આ પાંચ વાના આઠમાં ગુણસ્થાનકથી ચાલુ થાય છે. નવમા ગુણસ્થાનકે પણ આ કાર્ય ચાલુ રહે છે. વિશેષમાં નવમા ગુણસ્થાનકની સંખ્યાતમો ભાગ બાકી રહેતા ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિઓનું અંતરકરણ થાય છે. વળી સોળ પ્રકૃતિઓની ક્ષપણા ચાલુ કરે છે. વચ્ચે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર તથા પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચારનો સંપૂર્ણ ક્ષય કરી નાંખે છે. પછી સોળ પ્રકૃતિઓનો પણ ક્ષય કરે છે. સોળ પ્રકૃતિ આ મુજબ છે - સ્થાવર 2, તિર્યંચ 2, નરક 2, થિણદ્ધિ 3, આતપ 2, જાતિ 4, ) સાધારણ. પૂર્વે ૪થા થી ૭માં ગુણસ્થાનક સુધીમાં દર્શનમોહનીયત્રિક મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય અને ચાર અનંતાનુબંધી કષાય આ સાત પ્રકૃતિઓનો ક્ષય કરેલ છે. હવે આઠ કષાય મોહનીયનો પણ ક્ષય થતા મોહનીય કર્મની કુલ-૧૫ (પંદર) પ્રકૃતિઓનો સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ ગયો. હવે માત્ર સંજવલન ચતુષ્ક અને નોકષાય મોહનીયની નવ પ્રકૃતિઓનો ક્ષય કરવાનો બાકી છે. તે હવે આ ક્રમે થાય છે - પ્રથમ નપુંસકવેદ મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે. પછી સ્ત્રીવેદ મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે. પછી ક્રમશઃ હાસ્યષક અને પુરુષવેદ મોહનીયકર્મનો ક્ષય થાય છે. આ પછી સંજ્વલન ક્રોધનો ક્ષય થાય છે. પછી સંજવલન માનનો ક્ષય થાય છે. પછી સંજ્વલન માયાનો ક્ષય થાય છે. ક્ષય એટલે સત્તામાંથી સંપૂર્ણપણે નાશ. પછી સંજવલન લોભને અતિ સૂક્ષ્મ (મંદ રસવાળો) કરાય છે. અહીં નવમુ ગુણસ્થાનક પૂર્ણ થાય છે. સૂક્ષ્મ લોભના ઉદયવાળા ગુણસ્થાનકને દશમુ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભને ભોગવે છે. તેનો ક્ષય થતા બારમા ક્ષીણ મોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અહીં મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયેલ હોવાથી વીતરાગતા હોય છે. આમ છતા ઘાતી કર્મો સત્તામાં બાકી હોવાથી ક્ષીણ મોહ વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક કહેવાય છે. બારમા ગુણસ્થાનકના દ્વિચરમ (ઉપાજ્ય) સમયે નિદ્રાદ્ધિકનો ક્ષય થાય છે. પૂર્વે થિણદ્વિત્રિકનો ક્ષય કરેલ છે. બારમા ગુણસ્થાનકના અંતે ઘાતી કર્મોની બાકીની પ્રકૃતિ જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય પ નો ક્ષય થતા કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. લોકાલોકના રૂપી, અરૂપી, સૂક્ષ્મ, બાદર, સર્વ પદાર્થોના ત્રણે કાળના સર્વે પદાર્થોનું જ્ઞાન પ્રગટ થાય છે. કેવલજ્ઞાની ભગવંતો કેવલજ્ઞાન અને કેવલદર્શનના પ્રભાવથી પ્રતિસમય સમસ્ત લોકાલોકના સર્વે કરી શકે પદાર્થોને જાણે છે અને જુવે છે.