________________ હા), કિસ કરી દોઆ ડ ડ હા કર્મસાહિત્યના અભ્યાસમાં તૈયાર થયેલ મુનિમંડળને જોઈને પૂજ્યશ્રીને ભાવના થઈ કે પૂર્વના મહાપુરુષોએ રચેલ કર્મસાહિત્ય પર વિવેચન પૂર્વક વિશાળ સાહિત્ય નિર્માણ થાય, મુનિઓ આ કામમાં લાગી જાય. પૂજ્યશ્રીની ઈચ્છાને અનુસરીને સંવત 2015 માં સુરેન્દ્રનગર મુકામે કાર્યનો પ્રારંભ થયો. પ્રારંભમાં ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણી બે ગ્રંથ પર વિવેચન લખવાનો પ્રારંભ થયો. અમે ત્રણે મુનિઓએ ભેગા થઈ વિવિધ ગ્રંથોના આધારે ક્ષપકશ્રેણિ તથા ઉપશમશ્રેણિ ગ્રંથના પદાર્થોનો સંગ્રહ કર્યો. ત્યાર પછી તેનું ગુજરાતીમાં વિવેચન લખ્યું. આના આધારે પ્રાકૃત ગાથાઓ સાથે સંસ્કૃતમાં મોટી વૃત્તિની મુનિશ્રી ગુણરત્નવિ. મ.સા. (હાલ ગુણરત્નસૂરિજી) એ રચના કરી. “વવાઢિ” નામના એ ગ્રંથનું બંધવિધાનના “ડિફવંથો” ગ્રંથ સાથે સં. 2022 માં અમદાવાદ મુકામે મહોત્સવપૂર્વક પૂજ્યપાદનો સિદ્ધાંતમહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ની પાવન નિશ્રામાં પ્રકાશન થયું. સંવત 2015 માં ગુજરાતીમાં લખેલ ક્ષપકશ્રેણિ તથા ઉપશમશ્રેણિનું લખાણ વર્ષો સુધી એમ જ વો પડી રહેલ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા તરફથી આ લખાણની નકલો મળી અને તેઓશ્રીના અદેશાનુસાર ક્ષપકશ્રેણિ-ઉપશમશ્રેણિ ગુજરાતીમાં પ્રકાશન કરવાનો મુનિશ્રી રત્નબોધિવિજયજીએ આ પ્રયત્ન કર્યો છે. ઉપશમશ્રેણિ ગ્રંથ *ઉપશમનાકરણ, વિસ્તૃત ગુજરાતી વિવેચન, ભાગ 1' રૂપે પૂર્વે પ્રકાશિત થઈ ગયો છે. ક્ષપકશ્રેણિ ગ્રંથ પણ હાલમાં તૈયાર થઈ ‘ઉપશમનાકરણ ભાગ 2, ક્ષપકશ્રેણિ અર્થાધિકાર અને પશ્ચિમસ્કંધ અર્થાધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચન' રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. આનંદનો વિષય એ છે કે આ ગ્રંથના પ્રકાશનનો લાભ સ્વ. પરમગુરુદેવના વતન પિંડવાડાના સંઘે જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ... પ્રાન્ત સૌ ભવ્ય જીવો ક્ષપકશ્રેણી આરોહણ કરી કેવલકમલાને વરી શાશ્વત સુખના ભોક્તા બનો, એ જ શુભાભિલાષા. છે Soccececececec વિ.સં. 2067, આષાઢ સુદ 14, ગોડીજી પાર્શ્વનાથ દેરાસર, ગુરુવાર પેઠ, પુના, મહારાષ્ટ્ર - પ્રેમ-ભુવનભાનુસૂરિ-૫. પદ્મવિજયજીના વિનય આચાર્ય વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ