________________ શ સામગ્રી જીવને પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ વગેરેની પ્રાપ્તિ પણ થાય છે અને જીવનો પુરુષાર્થ સાધના તરફ થાય છે. આમ સાધનામાં આગળ વધતા જીવ પણ ક્યારેક અશુભ નિમિત્તા પ્રાપ્ત થતા પાછો પડતો જાય દે છે. પ્રભુ મહાવીરના જીવનો જ વિચાર કરીએ તો આપણે સમજી શકીએ. પ્રથમ નયસારના ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. મરિચિના ત્રીજા ભવમાં ચારિત્ર મળ્યું, પણ પછી શિથીલતા આવી, સમ્યકત્વ ગુમાવ્યું. પછી રખડ્યા. સ્થૂલ થોડા ભવો વચ્ચે એકેન્દ્રિયાદિના અસંખ્ય ભવો કરી ૧૬મા ભવે પુનઃ વિશ્વભૂતિનો ભવ મળ્યો. ચારિત્ર મળ્યું પણ ભાઈએ કરેલ હાંસીના નિમિત્તે પાછા માન કષાયે જોર કર્યું. ચારિત્રના પ્રભાવે વિશિષ્ટ બળ પ્રાપ્ત કરવાનું નિયાણું કર્યુ. દેવલોકે જઈ ત્રિપુષ્ટ વાસુદેવ થયા. ઘોર કર્મો કર્યા. ૭મી નરકમાં ગયા. સિંહ થઈ ફરી ચોથી નરકમાં ગયા. અનેક ભવો ભટક્યા. છેલ્લે પચ્ચીસમા ભવે નંદનઋષિના ભવમાં 1 લાખ વર્ષ ઉત્તમ ચારિત્ર પાળી તીર્થંકર નામકર્મ ઉપાર્યુ. દશમા દેવલોકમાં જઈ મનુષ્ય થયા. પ્રભુ મહાવીર થયા. આમ ચડ-ઉતર કરતા છેલ્લે સાધનામાં સ્થિરપણે આગળ વધતો જીવ સમ્યકત્વ પામે છે અથવા પૂર્વે ( પામી ગયો હોય તો દેશવિરતિ વગેરે આરાધનામાં આગળ વધે છે. સમ્યકત્વ સહિત અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો, બારવ્રત કે એમાંના કોઈ પણ વ્રતની સાધના કરે છે. અલબત્ત કોઈ પરાક્રમી જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ સાથે જ અથવા પછી વચ્ચે દેશવિરતિની સાધના વિના જ સર્વવિરતિ ધર્મને પામે છે. ) પણ આવા દાખલા ઓછા હોય છે. સમ્યકત્વ એટલે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અથાગ શ્રદ્ધા, અત્યંત આદર-બહુમાન. દેશવિરતિ એટલે પચ્ચખાણ પૂર્વક આંશિક પાપોનો ત્યાગ. આમ સમ્યકત્વ-દેશવિરતિની સાધના કરતા આગળ વધતો જીવ ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષયોપશમ પ્રાપ્ત થતા સર્વવિરતિની (સાધુધર્મની) આરાધના કરે છે. વિશુદ્ધ સંયમ-તપની સાધના કરતા કર્મો ખપાવે છે-દેવલોક પ્રાપ્ત કરે છે. ફરી મનુષ્યભવ પામીને સાધુધર્મની આરાધના કરે છે. આ રીતે સાધનામાં આગળ વધતો જીવ ચરમ ભવને પ્રાપ્ત કરે છે. ચરમભવ એટલે સંસારમાં છેલ્લો ભવ. આ ભવમાં ચારિત્રાદિની સાધના કરતો જીવ હવે સર્વ કર્મોની ક્ષપણા કરવાનો પ્રારંભ કરે છે. અહીં કર્મો અંગે પણ થોડી વાત સમજી લઈએ - અનાદિ કાળથી જીવનું શુદ્ધ સ્વરૂપ કર્મથી આવરાયેલ છે. કર્મોથી જ જીવ સંસારમાં ભટકે છે, જે -કાર : સુખ-દુ:ખ ભોગવે છે. આ કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે - (1) જ્ઞાનાવરણ (2) દર્શનાવરણ (3) હક દો મોહનીય (4) અંતરાય (5) વેદનીય (6) આયુષ્ય (7) નામ (8) ગોત્ર. Soccer