________________ આ આઠે કર્મોના આવરણ જીવને અનાદિકાળથી લાગેલા છે. આવા કર્મોને ભોગવીને જીવ છૂટા ( પાડે છે. સાથે નવા કર્મો બાંધે છે. એટલે જીવને અનાદિકાળથી કર્મોને બાંધવાનું અને ભોગવવાનું કાર્ય છે. ચાલુ છે. જે ભયંકર રીતે સંસારમાં રખડપટ્ટી થઈ તે પણ આ કર્મના કારણે જ છે. આમાં આયુષ્ય કર્મ જીવ એક ભવમાં એક જ વાર બાંધે છે. બાકીના કર્મોના સતત બંધ ચાલે છે. વળી કર્મ ઉદયમાં આવતા ભોગવીને છૂટા પણ પડે છે. આને નિર્જરા કહેવાય છે. બાકી જીવને અનાદિકાળથી કર્મોને બાંધવાનું અને ભોગવવાનું કાર્ય ચાલુ છે. આ આઠે કર્મોનું થોડું સ્વરૂપ વિચારીએ. (1) જ્ઞાનાવરણ કર્મ :- જીવના જ્ઞાનગુણને આવરે છે. જ્ઞાન = પદાર્થોને જાણવા, પદાર્થોનો વિશેષ બોધ. દર્શનાવરણ કર્મ :- જીવના દર્શનગુણને ઢાંકે છે. દર્શન = પદાર્થોનો સામાન્ય બોધ. મોહનીય કર્મ :- જીવના વીતરાગતાના ગુણને ઢાંકે છે. જીવ સ્વરૂપે રાગ-દ્વેષ વગરનો હોય છે.. પણ જીવને સંસારમાં જે રાગ-દ્વેષના પરિણામો થાય છે તેમાં મુખ્ય કારણ આ મોહનીય કર્મ છે. દર્શનમોહનીય કર્મ જીવને સાચું માનવા દેતું નથી. ચારિત્રમોહનીય કર્મ જીવને સાચુ આચરણ કરવા દેતું નથી. અંતરાય કર્મ :- જીવ અનંત શક્તિમાન છે. એની અનંત શક્તિઓને અંતરાય કર્મ આવરે છે. તે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય શક્તિ વગેરે અનંત શક્તિઓ જીવના સ્વરૂપમાં છે તે અંતરાય કર્મથી આવરિત છે. આયુષ્ય કર્મ :- જીવને એક ભવમાં ટકાવી રાખે છે. આયુષ્ય પૂર્ણ થતા જીવનો આ ભવ પૂર્ણ થાય છે. નવા બંધાયેલા આયુષ્ય મુજબ તે ભવમાં જીવ જાય છે. વેદનીય કર્મ :- જીવ સંસારમાં રોગાદિ ઘોર શારીરિક દુઃખો અનુભવે છે, તેમાં વેદનીય કર્મ કારણભૂત છે. સાતા વેદનીય કર્મ જીવને શારીરિક શાતા વગેરે પણ આપે છે. નામકર્મ :- જીવને જુદા જુદા પ્રકારના શરીરની આકૃતિઓ, ગતિઓ, જાતિ, સંઘયણ, અંગોપાંગ વગેરે પ્રાપ્ત થાય છે તેમાં નામકર્મ કારણભૂત છે. ગોત્રકર્મ :- ઉચ્ચ-નીચ પ્રકારના વ્યવહારવાળા કુળમાં જન્મ ગોત્રકર્મના પ્રભાવે મળે છે. નારકીતિર્યંચો નીચગોત્રના ગણાય છે. દેવો ઉચ્ચગોત્રના ગણાય છે. મનુષ્યને બે પ્રકારના ગોત્ર કર્મનો ઉદય હોય છે. ઉચ્ચગોત્ર કર્મના ઉદયથી ઊંચા કુળમાં જન્મ મળે છે. નીચગોત્ર કર્મના ઉદયથી ) નીચા કુળમાં જન્મ થાય છે.