________________ અચરમાવર્તના કાળમાં સંસારમાં સર્વે સુખો (નવ રૈવેયક દેવલોક સુધીના) જીવે અનંતીવાર ભોગવ્યા અને જેટલો કાળ સુખો ભોગવ્યા તેનાથી અનંતગુણ કાળ સુધી નરક, નિગોદ વગેરેના ઘોર દુ:ખો જીવે વેક્યા છે. આમ ઘોર દુઃખોને ભોગવતા વ્યવહારરાશિમાં અનંતાનંત પુદ્ગલપરાવર્તનો કાળ પસાર થયા પછી ભવ્ય જીવને ચરમાવર્તની પ્રાપ્તિ થાય છે. આપણને પણ આ જ રીતે અનંતાનંત પુદ્ગલપરાવર્તોના ભોગવટા પછી જ ચરમાવર્તની પ્રાપ્તિ થઈ છે. ચરમાવર્તમાં આવે ત્યારથી જીવનું આધ્યાત્મિક પ્રભાત શરૂ થાય છે. ચરમાવર્તમાં કંઈક અંશે અધ્યાત્મનો પ્રકાશ શરૂ થવા છતા હજી કર્મોનું જોર એટલું બધું હોય છે કે કો) જીવને મોક્ષની સામગ્રી એટલે કે વિશુદ્ધ એવા સુદેવ, સુગુરુ અને સુધર્મની સામગ્રી પ્રાપ્ત થતી નથી. અચરમાવર્તમાં પડેલા રાગ-દ્વેષના તીવ્ર સંસ્કારો હજી જીવને હેરાન કરે છે. જીવ પાપો કરે છે અને ) દુર્ગતિઓમાં રખડે છે. જો કે પાપવૃત્તિ પાછળના તેના ભાવો પૂર્વે અચરમાવર્તમાં હતા એવા તીવ્ર હોતા નથી. સુખનો રાગ પણ પૂર્વના જેવો અતિ તીવ્ર હોતો નથી. અપુનબંધક દશા, જે ચરમાવર્તના પ્રારંભમાં પ્રાપ્ત થાય છે, તેના લક્ષણને બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે - પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નહીં ભવરાગ રે, | ઉચિત સ્થિતિ સેવે સદા, તે અનુમોદવા લાગ રે. ચેતન જ્ઞાન અજુવાળીએ.” ચરમાવર્તમાં પણ જીવ અનેકવાર પાપો કરીને નરક-નિગોદમાં ભટકે છે. આમ ચરમાવર્તમાં પણ ઘણીવાર તીવ્ર દુઃખો સહન કરતા અકામનિર્જરાથી ઘણા કર્મો ખપાવે છે ત્યારે જીવને ધર્મની સુંદરી સામગ્રી પ્રાપ્ત થાય છે. આવી ઉત્તમ દેવ ગુરુ ધર્મની સામગ્રી મળવા છતા અનાદિકાળના સંસ્કારના કારણે જીવ વિષયો તરફ (પાંચે ઈન્દ્રિયોના) સુખો તરફ ખેંચાઈ જાય છે - પાપો કરે છે અને દુર્ગતિમાં ભટકે છે. પરમાત્માની સ્તવના કરતા ઉપમિતી ભવપ્રપંચ કથામાં પ્રભુને પ્રાર્થના કરી છે - "अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे / गर्ते सुकरसङ्काशं, याति मे चटुलं मनः // न चाऽहं नाथ शक्नोमि, तन्निवारयितुमलम् / अतः प्रसीद तद् देव-देव वारय वारय // " | ‘અનાદિકાળના અભ્યાસના કારણે ઉકરડામાં દોડતા ભુંડની જેમ વિષયોરૂપી અશુચિના કાદવમાં મારુ મન જાય છે. હે નાથ ! હું તેને અટકાવી શકવા સમર્થ નથી. માટે હે દેવાધિદેવ ! પ્રસાદ કરો, વિષયોના કાદવમાં જતા મારા મનને અટકાવો.” - આમ અનાદિના તીવ્ર અભ્યાસના કારણે જીવો વિષયો તરફ તથા તેના સાધન એવી સંપત્તિ તરફ પર દોડે છે. તેઓ પાપો કરી કરીને દુર્ગતિમાં ભટકે છે. વચ્ચે વચ્ચે કોઈ ઉત્તમ આલંબન મળતા થોડો ધર્મ ધી કરી લે છે. ચડ-ઉતર થયા કરે છે. આમ કરતા જીવનું ભવ્યત્વ પરિપાક થતા મુક્તિની કારણભૂત ઉત્તમ -