________________ સંજ્ઞી પંચેન્દ્રિય વગેરે ભવોમાં જીવ અનંતાનંત કાળ સુધી ભટક્યો. આમાં વચ્ચે વચ્ચે નિગોદ વગેરેમાં 6) પાછો પણ ગયો. આમ અનંતાનંત કાળ પસાર થયો. જીવો બે પ્રકારના હોય છે - (1) ભવ્ય (2) અભવ્ય. જે જીવોમાં મોક્ષમાં જવાની અર્થાતુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પાત્રતા છે, યોગ્યતા છે તે જીવો ભવ્ય છે. જેમાં મુક્તિને પામવાની લકી અર્થાત્ પોતાના શુદ્ધ સ્વરૂપને પૂર્ણ પ્રગટ કરવાની યોગ્યતા નથી તે જીવો અભવ્ય છે. આમ જીવના છે ભવ્યત્વ અને અભવ્યત્વ એમ બે પ્રકારના સ્વભાવ છે. આમાં જે અભવ્ય જીવો છે તેઓ વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ હંમેશ માટે સંસારમાં નિગોદ, એકેન્દ્રિય આદિ સર્વ ભવોમાં પરિભ્રમણ જ કરે છે. તેઓનો મોક્ષ કદી થતો જ નથી. જ્યારે જે ભવ્ય જીવો છે તેઓ વ્યવહારરાશીમાં આવ્યા પછી પણ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ સુધી પરિભ્રમણ કર્યા પછી ચરમાવર્તમાં પ્રવેશ કરે છે. ચરમાવર્ત પૂર્વનો ભવ્ય જીવનો પણ બધો કાળ અચરમાવર્ત કહેવાય છે. આમાં જીવોની સ્થિતિ અભવ્ય જેવી જ હોય છે. તેમને કદી પણ મુક્તિની ઈચ્છા જ થતી નથી. તેમને હંમેશા સંસાર-સુખનો તીવ્ર રાગ હોય છે અને તેમના જીવનમાં ઘોર પાપોથી) વગેરેનું આચરણ હોય છે. આ અચરમાવર્તનો કાળ એટલો બધો વિશાળ છે કે આ કાળમાં જીવોને સંસારના બધા જ સ્થાનોની (વિશિષ્ટ સ્થાન સિવાય) અનંતીવાર સ્પર્શના થઈ જાય છે - એટલે જ કહેવાય છે કે ૭મી નરકથી નવરૈવેયક દેવલોક સુધી જીવ અનંતવાર પરિભ્રમણ કરી આવ્યો છે. સંસારની કેવી કેવી વિચિત્રતા ! ) આપણે બધાએ સાત નરકના 84 લાખ નરકાવાસોમાં અનંતીવાર જન્મ પામી ઘોર દુઃખો સહન કર્યા, આ જ રીતે નિગોદ-પૃથ્વીકાય-એકેન્દ્રિય-પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય-દેવ વગેરે સર્વ ભવોની મુલાકાત જીવે ) અનંતવાર કરી લીધી છે. સંસારના સર્વ દુઃખો જીવે અનંતવાર ભોગવ્યા છે. દેખાતા નવરૈવેયક દેવલોક ) સુધીના ભૌતિક સુખો પણ અનંતવાર જીવે ભોગવ્યા છે. અચરમાવર્ત કાળમાં જીવની કેવી કારમી દશા ! ( સાતે નરક-નિગોદ-તિર્યચ-મનુષ્ય વગેરેમાં કારમાં દુઃખો અનંતવાર સહન કર્યા છતાં જીવને દુઃખથી નિર્વેદભાવ ઉભો થયો નથી. અનંતવાર નવગ્રેવેયક સુધીના ભૌતિક સુખો ભોગવ્યા છતા જીવને તૃપ્તિ થઈ નથી. સંસાર-સુખનો તીવ્ર રાગ આ અવસ્થામાં હોય છે. તેથી જીવને ક્યારેક મનુષ્યાદિ ભવમાં એવો ખ્યાલ આવે કે ચારિત્રની સાધના દ્વારા દિવ્ય સુખો મળે છે. ત્યારે જીવ દિવ્ય સુખો માટે ચારિત્રનું પણ ક્યારેક ગ્રહણ કરી પાલન કરે છે અને આ જ રીતે કહેવાય છે કે જીવે અનંતી વાર ચારિત્ર પણ લીધું છે અને પાળ્યું છે. અનંતા ઓઘા લીધા એવી વાત આપણે સાંભળીએ છીએ. સંસારસુખનો તીવ્ર રાગ અને છે મુક્તિની આંશિક પણ ઈચ્છા નહીં. તેના કારણે આ પરિસ્થિતિના સર્જન થયા છે.