________________ . ઉ ઉ જીવના ભાવોથી બીજા જીવોના કર્મોનો ક્ષય થઈ શકતો નથી. તેથી જ એક જીવની ક્ષપકશ્રેણિના 0) અધ્યવસાયથી બીજા જીવોના કર્મ ક્ષય થઈ શકતા નથી, બીજાને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી, પરંતુ આ ક્ષપકશ્રેણિ વખતે અધ્યવસાયોની તીવ્રતા એટલી બધી હોય છે કે તેમાં જગતના સર્વ જીવોના કર્મ ક્ષય . થઈ શકે તેવી શક્તિ હોય છે. ક્ષપકશ્રેણિ ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થાય ? જીવ અનાદિ છે. એનાદિકાળથી જીવ સંસારમાં ભ્રમણ કરે છે. પ્રારંભમાં જીવ નિગોદમાં હોય છે. જો બધા જીવો નિગોદમાં જન્મ-મરણ કરતા હોય છે. સૂક્ષ્મ નિગોદ ચક્ષુથી પણ દેશ્ય નથી. આમ અનાદિકાળથી જીવોના જન્મ-મરણ ચાલે છે. આને અવ્યવહારરાશિ કહે છે. નિગોદ એટલે અનંત જીવોનું ભેગું એક શરીર. આવા અસંખ્ય શરીરો ભેગા થાય ત્યારે પણ સૂક્ષ્મ જી. નિગોદ ચક્ષુથી દેખાતી નથી. અનાદિકાળથી જીવ આમાં જ જન્મ-મરણ કરી રહ્યો હોય છે. અહીં આયુષ્ય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અને જઘન્યથી 256 આવલિકા (1/23 સેકન્ડની આજુબાજુ) હોય છે. જીવની કેવી કરુણ દશા ! અનંતકાળ સુધી આ નિગોદમાં અનંતા જીવો વચ્ચે એક શરીરને ધારણ કરી કરતા જન્મ-મરણ કરતા રહેવાના. આજે પણ આવા અનંતાનંત જીવો છે જે અનાદિકાળથી આજ સુધી કો નિગોદમાં જન્મ-મરણ કરી રહ્યા છે. જેમ અનાદિ કાળથી જીવો નિગોદમાં જન્મ-મરણ કરી રહ્યા છે, તેમ આપણા જીવે પણ અનાદિકાળથી નિગોદમાં અવ્યવહારરાશિમાં જન્મ-મરણ કર્યા. નિયમ એવો છે કે વ્યવહારરાશીના જીવોમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી નીકળીને એક જીવ વ્યવહારરાશિમાં પ્રવેશે. આમાં પણ જે અનંત જીવો અવ્યવહારરાશિની નિગોદમાં છે તેમાંથી વ્યવહારરાશિમાં કોનો પ્રવેશ થાય છે તે નિયતિને આધીન છે. આપણી નિયતિ જાગી અને એક જીવ મોક્ષમાં જતા આપણને વ્યવહારરાશિમાં પ્રવેશ મળ્યો. વ્યવહારરાશિમાં પ્રવેશ પછી બાદર નિગોદ, પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી સ્વરૂપ D 1 મુહૂર્ત = 1,67,77,216 આવલિકા 1 ભવનું જઘન્ય આયુષ્ય = 256 આવલિકા 1 મુહૂર્તમાં = 65,536 ભવ થાય 1 મુહૂર્ત = 48 મિનિટ 1 મિનિટમાં = 1,365 1/3 ભવ થાય. 1 સેકન્ડમાં = 22 3/4 ભવ થાય. 1 ભવ = સાર સેકંડમાં થાય. ઉ ઉ ઉ ક,